ચોમાસું નજીક છે, દર વર્ષે જર્જરિત મિલ્કતોની નોટિસો આપીને તંત્ર માત્ર સંતોષ માને છે, તંત્ર પણ જવાબદારો સામે જવાબદારી પૂર્વક યોગ્ય કામગીરી કરે તે જરૂરી

હરિશ પવાર
ચોમાસા દરમ્યાન ઘણી ખખડધજ મિલકતો અને મકાનો વરસાદની ઝાપટ ખમી શકતા નથી. જેથી ચોમાસા દરમિયાન દુર્ઘટનાઓ પણ બને છે અને ઘણીવાર જાનહાનિ પણ થાય છે. દર વર્ષે નગરપાલિકા તંત્ર સિહોર શહેરની જર્જરિત મિલકતોનો સર્વે કરવામાં આવે છે. અને ભયજનક મિલકતોના ભોગવટો કરનારને નોટિસો આપી જર્જરિત મિલકતો અને રીપેરીંગ કરવા અથવા તો જર્જરિત ભાગ ઉતારી લઈ ભયમુક્ત કરવા તાકીદ કરવામાં આવે છે. પરંતુ ઘણા બેદરકાર જર્જરિત મકાન માલિકો ગંભીરતા લેતા નથી જ્યારે બીજી તરફ તંત્ર પણ માત્ર નોટિસો આપી પોતાની ફરજ પૂરી કર્યાનો સંતોષ માને છે. જેને કારણે ચોમાસા દરમિયાન મકાનો પડવાની ઘટનાઓ બને છે.

સિહોરના કંસારા બઝારમાં કંડોલિયા શેરી ના નાકે આવેલ જર્જરિત મકાન ના માલિક કોણ? તસ્વીર જુઓ આ કાચું મકાન જર્જરિત હાલત માં દીવાલ સહિત ભાગ ખંડિત થઈ જતાં સ્થાનિક રહીશો ઉપર ભય સતાવી રહ્યો છે કારણકે કાચા મકાન ને લઈ ઉપર નો કાટમાળ માંથી વારવાર પથરાઓ તેમજ નળિયાં સહિત કોઈપણ સમયે પડવા ને લઈ રોડ પર ના રાહદારીઓ સ્થાનિકો સહીત ડર પેસી રહ્યો છે પરંતુ આ મકાન ના માલિક દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવા માં આવી નથી આ મકાન નો માલિક કોણ જે અંગે હજી સત્ય કોઈ ને ખબર નથી જો મકાન માલિક ન હોય તો પાલિકા પોતે આ મિલ્કત કબ્જે કરી અથવા પાલિકા દ્વારા તપાસ કરાવી નોટિસ આપવામાં આવે તે જરૂરી છે અન્યથા મોટી દુર્ઘટના સર્જાઈ તેવી ભીતિ સ્થાનિકોને સતાવી રહી છે.