સિહોરના યુવાનની દિલેરી ; મનીષ આશરાએ પોતાના જન્મ દિવસને પ્રેરણાત્મક રીતે ઉજવ્યો

પલ્લવી મહેતા
સિહોરના યુવા સામાજીક આગેવાન મનીષ આશરાએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે સિહોરની મધ્યમાં ઓમ ઈન્વેસ્ટમેન્ટ નામની શેરબજાર તેમજ રોકાણને લગતા વ્યવસાય ચલાવી રહેલા અને સામાજીક પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર મનિષ આશરા પોતાનો જન્મદિવસ શહેરના જુના સિહોર વિસ્તારમાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને કંપાસ બોક્ષ, વોટર બેગ,લંચ બોક્સ વગેરે જેવી વસ્તુઓ વિતરણ કરીને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ સાથે ઉજવણી કરી હતી આ અગાઉ પણ મનિષ આશરા દ્વારા સિહોરના ગુંદાળા ખાતે આવેલ સ્વામિનારાયણ સંસ્થાના નાનકડા ભૂલકાઓ ને રસપુરીનું ભોજન કરાવ્યું હતું.

મનિષ આશરા દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શોર્ટ ફિલ્મ પણ બનાવવામાં આવી હતી તેમજ ૨-૩ બીજી શોર્ટ ફિલ્મો બનાવીને સિહોરને ઓળખ આપી છે આ તકે મનિષે જણાવ્યું છે કેત્તે તેઓએ સંકલ્પ લીધો છે કે પોતાની કમાણીમાંથી ૧૦મો ભાગ તેઓ જરૂરિયાતમંદ લોકો માટે સામાજીક પ્રવૃતિઓમાં વાપરશે અને તેઓના જણાવ્યા અનુસાર જો કોઈપણ વ્યક્તિ કોઈ સારું કાર્ય કરે તો તેને ગુપ્ત ન રાખવું કારણકે ગુપ્ત રાખવાથી બીજા લોકોને પ્રેરણા નથી મળતી ત્યારે મનિષ આશરાને યુવાનોને આવા કાર્યો કરવા માટે એક ટૂંકો સંદેશ આપવામાં આવ્યો છે કે તમે તમારા જન્મદિવસ કે શુભ અવસર પર જરૂરિયાત મંદ લોકોને મદદ કરો અને કોઈના ચહેરા પર ખુશી લાવવા માટે નિમિત્ત બનો.