સસ્તી વીજળી માટે આંદોલન

રાત્રીના 8 વાગ્યા આસપાસ સસ્તી વીજળીની માંગણી સાથે આમ આદમી પાર્ટીએ દેખાવો કર્યાં ; પોલીસ દ્વારા અટકાયત, વીજળીના ભાવ સસ્તા થાય તે માટે પત્રિકા વિતરણ કરીને વિરોધ કર્યો

ઓન ધ સ્પોટ રાત્રીના ૮/૪૦ કલાકે
હરેશ પવાર
સિહોરના ભરચલ વડલાચોક વિસ્તારમાં રાત્રીના 8 વાગ્યા આસપાસ રાજ્યમાં સસ્તી વીજળીની માંગણી માટે દેખાવો કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. સમગ્ર ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા વીજળી સસ્તી આંદોલન કરવામાં આવી રહ્યું છે.

ત્યારે આજે રાત્રીના 8 વાગ્યા આસપાસ સિહોર આમ આદમી પાર્ટી દ્વારા અકોટા દાંડિયા બજાર ચાર રસ્તા પાસે ગુજરાતમાં વીજળીના ભાવ સસ્તા થાય તે માટે પત્રિકા વિતરણ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસના કાફલો આવી પહોંચ્યો હતો. પોલીસે આમ આદમી પાર્ટીના આગેવાન કાર્યકરો હોદ્દેદારો તથા અન્ય પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.