સિહોર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજથી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ : આજના પ્રથમ દિવસે પૂજ્ય જીણારામ મહારાજ અને માયાભાઈ આહીરની વિશેષ ઉપસ્થિતિ : બે દિવસ ચાલનારી આ પ્રીમિયમ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લાની ૧૨ ટીમોએ ભાગ લીધો

બ્રિજેશ ગોસ્વામી
સિહોર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજથી ભાવનગર જિલ્લા યુવા આહીર સમાજ આયોજિત પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો દબદબાભેર પ્રારંભ થયો છે ભાવનગર જિલ્લા યુવા આહીર સમાજ આયોજિત આ ટુર્નામેન્ટના પ્રથમ દિવસે આજે શનિવારે મોંઘીબા જગ્યાના મહંત પૂજ્ય જીણારામ મહારાજ અને સમસ્ત આહીર સમાજનું ગૌરવ એવા માયાભાઈ આહીરની વિશેષ ઉપસ્થિતિમાં સિહોરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દીપ પ્રાગટય સાથે ટુર્નામેન્ટને ખુલ્લી મુકવામાં આવી હતી.

શનિ રવિ બે દિવસ ચાલનારી આ ક્રિકેટ પ્રીમિયમ લીગ ટુર્નામેન્ટમાં જિલ્લાના વિવિધ તાલુકાની ૧૨ ટીમોએ ભાગ લીધો છે અહીં ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ટીમોને સન્માનિત કરાશે આવતીકાલે રવિવારે છેલ્લાં દિવસે અંતિમ ફાઇનલ મેચ દરમિયાન આહીર સમાજના મોવડીઓ વડીલો આગેવાનો યુવાનો રાજકીય નેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે

ટુર્નામેન્ટ દરમિયાન સુંદર પરફોર્મન્સ કરનાર દરેક ખિલાડી અને ટીમોને સમાજના મુખ્ય અતિથિઓના હસ્તે ઇનામોથી નવાઝવામાં આવશે આજ ટુર્નામેન્ટ પ્રારંભના પ્રથમ દિવસે મોંઘીબા જગ્યાના મહંત પૂજ્ય જીણારામ મહારાજ, હાસ્ય કલાકાર અને આહીર સમાજનું ગૌરવ માયાભાઈ આહીર સહિત માંસાભાઈ ડાંગર,

પ્રતાપભાઈ આહીર, ગેમાંભાઈ ડાંગર, દાનજીભાઈ કુવાડિયા, મહેશભાઈ ખમણ, ગગજીભાઈ કુવાડિયા, મેરાભાઈ બરબસિયા, બી કે ભુવા, રામભાઈ ભમર, સહિતના આગેવાન અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ટુર્નામેન્ટ આયોજનને સફળ બનાવવા જિલ્લા આહીર સમાજના યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે