જિલ્લા કક્ષાએ કથક નૃત્ય સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવતી સિહોરની દિકરી

શંખનાદ કાર્યાલય

આજકાલ પશ્ચિમી સંસ્કૃતિના વળગણને લઈને લોકો પોતાની જૂની મૂળ સંસ્કૃતિ વિસરતા જાય છે ત્યારે કથક નૃત્ય,દુહા છંદ જેવી સ્પર્ધામાં આજના વિધાર્થીઓ ભાગ લઈને ક્રમાંક મેળવી લાવે એટલે એનું ગૌરવ કઈક અલગ જ હોય. સિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ ગૌરવ અને સિહોરની શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કુલ વિદ્યા મંજરી જ્ઞાનપીઠ માં અભ્યાસ કરતી ૧૩ વર્ષીય પવાર યશ્વી ભાવેશભાઈ જેઓ કથક નૃત્ય માં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે આવેલ. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમીશ્નર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ ગાંધીનગર ના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી નીકચેરી ભાવનગર ખાતે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કલા મહાકુંભ કાર્યક્રમ યશવંતરાય નાટ્ય ગૃહ ખાતે યોજાયેલ વિવિધ સ્પધાર્ત્મક કાર્યક્રમ જિલ્લા કક્ષાએ યોજાયેલ

આ સાથે દોહા, છદ, ચોપાઈ,. કથક નૃત્ય, સર્જનાત્મક કામગીરી,ગઝલ શાયરી,કાવ્ય લેખન,સ્કુલ બેન્ડ સહિત કાર્યક્રમો માં જિલ્લાભર ની શાળાઓ ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ. જેમાં સિહોર ની યશ્વી બી.પવાર જેઓ કથક નૃત્ય માં તાલુકા કક્ષાએ થી આગળ આવીને જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ. અનેક વિધાર્થીનિઓ વચ્ચે પોતાની કથકની પ્રતિભા બતાવી જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી અને શાળાનું અને સિહોરનું નામ રોશન કરેલ. હાલ જિલ્લા કક્ષાએ યશ્વીબેન પવાર પ્રથમ કક્ષા એ આવેલ જે અંગે શૈક્ષણિક સંસ્થા વિદ્યા મંજરી ના પ્રિન્સીપાલ,ટ્રસ્ટીશ્રીઓ, તેમજ સિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિના વડીલો તેમજ ટ્રસ્ટીશ્રીઓ કારોબારી સભ્યશ્રી તેમજ સમસ્ત જ્ઞાતિજનો એ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવેલ.