ઉનાળો વહેલો શરૂ, હોળી પહેલા જ હીટવેવ, સૌરાષ્ટ્રના ૭ શહેરોમાં તાપમાનનો પારો ૪૦ સે.ને પાર

દેવરાજ બુધેલિયા
ઠંડી તો હોળી તાપીને વિદાય લે તેવી સૌરાષ્ટ્રમાં સદીઓથી પ્રસિધ્ધ લોકવાયકા હવે વિશ્વમાં આબોહવા પરિવર્તન (ક્લાઈમેટ ચેન્જ) વચ્ચે જળવાતી ન હોય તેમ ધોમધખતો તાપ માર્ચમાં જ શરૂ થઈ ગયો છે. હજુ તો માર્ચનું બીજુ સપ્તાહ ચાલી રહ્યું છે ત્યાં થર્મોમીટરમાં પારો ઉપર ચડવા લાગ્યો છે હજુ ઉનાળાનો આરંભ છે ત્યારે સિહોર શહેર સહિત જિલ્લામાં ૩૮/૩૯ ડિગ્રી તાપમાન વચ્ચે લોકો રીતસરના ગરમીમાં તપી ગયા છે ઉનાળાની આ સિઝનની સૌથી વધુ ગરમી છેલ્લા બે દિવસથી શહેરીજનોએ અનુભવી રહ્યા છે.

બપોરે રસ્તાઓ પર કરફ્યું જેવો માહોલ મોટાભાગના વિસ્તારમાં જોવા મળે છે હજુ ગરમી વધવાની સંભાવના વચ્ચે હિટવેવની સ્થિતિનું અનુમાન કરાયું દેખાઈ રહ્યું છે જેના કારણે નોકરી-ધંધા માટે કે પછી સામાજિક કામ માટે બહાર નીકળેલા લોકોની હાલત કફોડી થઇ છે રોડ પર લૂ લાગી રહી છે આગામી બે દિવસ હિટવેવની આગાહીને ધ્યાને લઇને શહેરીજનોએ શક્ય હોય તો ઘરમાં રહેવું, પાણી વધુ પીવું, ઠંડા પીણાનો સહારો લેવો તેવી સલાહ શહેરના જાણીતા તબીબ ડો શ્રીકાંત દેસાઈ દ્વારા અપાઈ છે