શહેર જીલ્લા અને રાજયભરમાં મંડલ કક્ષાએ ૬ જાન્યુઆરી સુધી અભ્યાસ વર્ગ ચાલુ રહેશે : વકતાઓ – કાર્યકરોને માર્ગદર્શન આપશે : તેઓની સાથે વાતચીત કરશે : દોઢ દિવસની શિબિર

હરિશ પવાર
સિહોર : ભાજપના કાર્યકરો માટે આજથી પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ થયો છે. શહેર – જીલ્લા કક્ષાએ અને રાજયભરમાં મંડલ કક્ષાએ આ અભ્યાસ વર્ગ ૬ જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. આ પ્રશિક્ષણ વર્ગમાં જુદા – જુદા વિષયોના વકતાઓને માર્ગદર્શન આપશે. દોઢ દિવસની આ શિબિરમાં કાર્યકરોએ તે જ સ્થળે રાત્રી રોકાણ પણ કરવાનું રહેશે.આજથી શહેર કક્ષાએ પણ આ પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ થયો છે. તેમાં દરરોજ જુદા જુદા વોર્ડને આવરી લેવામાં આવશે. ૭ વિષયો સાથે જુદા જુદા વકતાઓ દ્વારા કાર્યકરોને તેના વોર્ડમાં કેવી રીતે કામગીરી કરવી સહિતના સુચનો અને માર્ગદર્શન પણ આપવામાં આવશે.

ગુજરાતભરમાં શહેર – જીલ્લા કક્ષાએ એમ આશરે ૫૫૦ જેટલા મંડળો આવેલા છે. આ તમામ મંડળો માટે આજથી શરૂ થયેલ અભ્યાસ વર્ગ છ જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. જેમાં કાર્યકર્તાઓને માર્ગદર્શન સહિતની જાણકારી આપવામાં આવશે.આ પ્રશિક્ષણ વર્ગની ખાસ વાત એ છે કે આ વર્ગ એકધારો દોઢ દિવસ સુધી ચાલુ રહેશે જેમ કે આજે સવારથી શરૂ થયેલ અભ્યાસ વર્ગ આવતીકાલે બપોર સુધી ચાલુ રહેશે. કાર્યકરોએ જે-તે સ્થળે જ રાત્રી રોકાણ કરવાનું રહેશે. કાર્યકરો તેના વોર્ડમાં પ્રશ્નો અંગેની પણ માહિતી આપી શકશે.