આવતીકાલે તા૧૬ ના રોજ ટાઉનહોલ ખાતે કેમ્પનું આયોજન : લોકોને મોટી સંખ્યામાં રક્તદાન કરવા અપીલ


હરીશ પવાર
સિહોર શહેર અને તાલુકા ભાજપ યુવા મોરચા તેમજ ભાજપ પરિવાર આયોજિત શહેરના ટાઉનહોલ ખાતે આવતીકાલે તા ૧૬/૧ અને રવિવાર સવારે ૯ થી સાંજના ૫ સુધી મેગા રકતદાન કેમ્પ નું આયોજન કરાયું છે. જેમાં હાલની કોરોના મહામારી પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી આગામી સમય ની અંદર લોકો ને જ્યારે ખુબજ રકતની જરૂરિયાત ઊભી થતી હોય છે ત્યારે આગોતરા આયોજન સાથે યુવા મોરચા દ્વારા કરાયું છે.

જેના ભાગરૂપે આવતીકાલે કેમ્પ યોજાશે જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગાળિયા, ભારતીબેન શિયાળ, મહેન્દ્રસિંહ સરવૈયા, ભરતસિંહ ગોહિલ, ભૂપતભાઇ બારૈયા, દિપ્તીબેન ત્રિવેદી, ડી.સી રાણા, કાળુભાઈ ચૌહાણ, વિક્રમભાઈ નકુમ, તૃપ્તિબેન જસાણી, નીરવભાઈ જોષી સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહેશે રકતદાન થી જીવન પરિવાર કે સમાજ નહીં પરંતુ રાષ્ટ્રને બચાવી શકાય છે સૌને મોટી સંખ્યામાં રક્તદાન કરવા અનુરોધ કરાયો છે તમામ રક્તદાતાઓને અહીં સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવશે