સિહોર કોંગ્રેસ ભાજપ અને દલિત અધિકારી મંચ દ્વારા ડો. આંબેડકરજીને શ્રધ્ધાસુમન

દેવરાજ બુધેલિયા,બ્રિજેશ ગોસ્વામી
ભારતના બંધારણના પિતામહ અને ભારતરત્ન ડો. બાબા આંબેડકરજીના નિર્વાણદિન નિમિતે સિહોર કોંગ્રેસ ભાજપ દલિત આગેવાનોએ દ્વારા ફુલહાર કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.આજે તા. ૬ ડિસેમ્બર ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબજીનો નિર્વાણ દિન છે.

ડો. આંબેડકર સાહેબ દલિતો ત્થા પછાતો તેમજ સર્વે સમાજના મસિહા હતાં. છઠ્ઠી ડીસેમ્બર ના કાળમુખા દિવસે ભારત રત્ન ભારતીય બંધારણના ઘડવૈયા એવા ડોકટર બાબા સાહેબ આંબેડકર ના મૃત્યુ દિવસ તરીકે આખો દેશ શોક લાગણી અનુભવે છે.