ગેલોર્ડ ખાતે બેઠકનું આયોજન, સભ્ય નોંધણી અને આગામી કાર્યક્રમ અંગે મુખ્ય મુદ્દાઓ, દરેક કોંગ્રેસીએ બેઠકમાં ભાલ લેવા અનુરોધ

બ્રિજેશ ગોસ્વામી
સિહોર શહેર કોંગ્રેસ સમિતિની આવતીકાલે એક અગત્યની બેઠક મળનાર છે જેમાં જિલ્લા કોંગ્રેસના પીઢ આગેવાન સ્વ.બધાભાઈ બાજક તથા સ્વ.હરિહરભાઈ વોરાનું અવસાન થતાં તેમની શ્રદ્ધાંજલી સભા તેમજ આગામી દિવસોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર સભ્ય નોંધણી જુંબેશ અંતર્ગત સિહોર શહેર કોંગ્રેસના કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવશે ત્યારે સિહોર શહેર કોંગ્રેસ સમિતિના દરેક સેલના કાર્યકર મિત્રો,આગેવાનો તેમજ ન.પાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાંજના ૪/૩૦ કલાકે હોટલ ગેલોર્ડ ખાતે ખાસ હાજર રહેવા સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયદીપસિંહ ગોહિલ તથા નગરપાલિકા વિપક્ષ નેતા કિરણસંગ ઘેલડા દ્વારા જણાવાયું છે.