“ન્યાય તો હમ દિલાકર રહેંગે, ચાર લાખ લે કે રહેંગે” ના બનેર સાથે સિહોર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ આવેદન પાઠવશે, વડલાચોક થી રેલીનું આયોજન

બ્રિજેશ ગોસ્વામી
કોરોનાની બીજી લહેર દરમિયાન અનેક લોકો મૃત્યુના ખપ્પરમાં હોમાંય ગયા હતા. ત્યારે સરકાર અસવેદનશીલ બની કોરોનાનો મૃત્યુ આક છુપાવી કોરોનાના હતભાગીઓના સ્વજનને યોગ્ય વળતર ન ચૂકવીને ક્રૂર મજાક કરી રહી હોવાના આક્ષેપ સાથે સિહોર શહેર અને તાલુકા કોંગ્રેસ રેલી અને આવેદન પાઠવી રજુઆત કરશે “ન્યાય તો હમ દિલાકર રહેંગે, ચાર લાખ લે કે રહેંગે” ના બનેર સાથે સોમવારે રેલીનું આયોજન કરાયું છે.

સમગ્ર મામલે સિહોર કોંગ્રેસના જયદીપસિંહે જણાવ્યું હતું કે હાલના કટોકટીભર્યા સમયમાં કોવીડ -૧૯ મહામારીમાં ગુજરાત સરકારે ગુન્હાહિત બેદરકારી અને અણઘડ વહીવટ દ્વારા કોરોનાના કપરા કાળમાં હોસ્પિટલોમાં બેડ, દવાઓ, ઇન્જેક્શન, ઓક્સીજન અને વેન્ટીલેટરના અભાવે ગુજરાતના ૩ લાખ કરતાથી વધુ લોકોના મૃત્યુ થયા હતા. ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવારમાં લાખો રૂપિયાની ઉઘાડી લૂંટ ચલાવામાં આવી. સામાન્ય અને માધ્યમ વર્ગના પરિવારો આર્થિક પાયમાલીનો સામનો કરવો પડ્યો.

પશુ અને મનુષ્ય માટે ૫૦,૦૦૦ વળતરના એક સમાન ધારા ધોરણ જાહેર કરી ભાજપ સરકારે અસંવેદનશીલ સરકાર હોવાનું પુરવાર કર્યું છે અને મૃતક પરિવારો સાથે માનવ જાતની પણ ક્રૂર મજાક કરી છે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને અને મોંધી સારવારના કારણે આર્થિક રીતે પાયમાલ થયેલ લોકોને મદદરૂપ થવાના હેતુથી સિહોર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કૌવીડ-૧૯ ન્યાય યાત્રાનું સોમવારના રોજ આયોજન કરવામાં આવનાર છે