કોરોના કારણે ધંધા રોજગાર પડી ભાગ્યા છે, મહિલાઓ મોંઘવારીથી ત્રાહિમામ છે, માણસ પોતાનું ગુજરાન કેમ ચલાવવું તે મોટો પ્રશ્ન છે જેના કારણે પ્રોપટી ટેક્સ અને હાઉસ ટેક્સમાં રાહત આપો : જયદીપસિંહ ગોહિલ

હરિશ પવાર
સિહોર શહેર કોંગ્રેસ દ્વારા શહેરની જનતાને ઘરવેરામાં પચાસ ટકા રિબેટ આપવાની માંગ સાથે ચીફઓફિસરને આવેદન પાઠવી રજુઆત કરવામાં આવી છે હાલમાં ગુજરાતની કેટલીય નગરપાલિકાઓ દ્વારા ભારત સરકાર દ્વારા ઉજવાય રહેલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઘરવેરામાં પચાસ ટકા જેટલુ રિબેટ આપવામાં આવી રહ્યું છે ત્યારે હાલમાં કોરોના મહામારીમાં વેપાર ધંધા તથા રોજગાર ક્ષેત્રમાં મંદી ચાલી રહી છે અને જરૂરિયાત મંદ ચીજવસ્તુઓના બેફામ ભાવવધારાના લીધે શહેરની જનતા ખૂબ હાલાકી ભોગવી રહી છે જેના કારણે સિહોર કોંગ્રેસ દ્વારા શહેરની જનતાને ઘરવેરામાં પચાસ ટકા રાહત આપે તેવી માંગ સાથે રજુઆત કરવામાં આવી હતી.

કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ કહ્યું હતું કે હાલ ભારત ની સ્વતંત્રતાને 75 વર્ષ પુરા થયા છે કેન્દ્ર સરકાર ભારત સરકાર અને ગુજરાત સરકાર સમ્રગ દેશમાં આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહી છે જે અનુસંધાને અમારી માંગણી છે કે આવતી ૨૪ તારીખે નગરપાલિકાની જે બજેટ બેઠક મળી રહી છે જેમાં સિહોર નગરપાલિકાના શાશકો પણ નગરજનોના હિતમાં નિર્ણય લઈને પ્રોપર્ટી ટેક્ષ તથા હાઉસ ટેક્ષમાં ૫૦ ટકા રાહત આપે તેવી માંગણી અમારી છે રજુઆત દરમિયાન કોંગ્રેસ આગેવાન કાર્યકર હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા