પરિસ્થિતિ વણશે તો વધુ કડક પગલાં લેવાઈ શકે, મિની લોકડાઉન આવશે, નિયંત્રણો વધશે તેવી દહેશત વચ્ચે પાન-મસાલાના વેપારીઓ નવો માલ મંગાવતા, સંગ્રહ કરતા ડરે છે

સલિમ બરફવાળા
સમગ્ર રાજયની સાથોસાથ જિલ્લામાં પણ કોરોનાના કેસોમાં ધરખમ વાધારો થવાના કારણે બજારમાં ચિંતાનો માહોલ જોવા મળે છે. ખાસ તો વેપારીઓએ ધંધામાંસાવચેતી રાખવાની શરૂઆત કરી દીધી છે. અને મોટી લેવડ દેવડ કરવાનું ટાળી રહ્યા છે.  રાજય સરકારને પણ વાયબ્રન્ટ સમીટ, પતંગોત્સવ, ફલાવરશો સહિતના કાર્યક્રમો મોકુફ રાખવાની ફરજ પડી છે ત્યારે વધતા જતા કેસોને લઈને લોકડાઉન કે મીની વેકેશન જેવા પગલા લેવાશે તો ? આવી ચિંતા આમ નાગરિકાથી માંડીને વેપારીઓ સૌના કોઈના ચહેરા ઉપર જોવા મળી રહી છે ભાવનગર જિલ્લામાં ગઈકાલે એકજ દિવસમાં ૬૩ જેટલા કોરોનાના કેસો નોંધાતા ખરેખર ચિંતાજનક બાબત છે.

રોકેટ ગતિએ કેસ આગળ વાધી રહ્યા છે ત્યારે ગ્રામિણ વિસ્તારમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે પરિણામે, સરકાર પણ ચિંતિત બની છે. આગામી દિવસોમાં કોરોનાના કેસ વધે અને પરિસ્થિતિ વણશે તો વધુ કડક પગલા લેવાઈ શકે છે તેવી ચિંતા સૌ કોઈને સતાવી રહી છે ત્યારે કેટલાક કારખાના-એકમો ના માલીકો ઉત્પાદન ઘટાડીને નવા ઓર્ડર લેવા કે કેમ તેની અવઢવ અનુભવી રહ્યા છે કમુરતા ઉતરતા અનેક લગ્નો પણ યોજાવાના છે જેમના ઘેર લગ્નપ્રસંગ છે તેવા લોકો કેટલા મહેમાનોને બોલાવવા..? લગ્નનું આયોજન કેવી રીતે કરવુ..? તેની અવઢવ અનુભવી રહ્યા છે, આમ, હાલમાં તો બજારમાં ભલે ગિર્દી જોવા મળતી હોય પરંતુ ચિંતાના વાદળો જોવા મળે છે.