સમગ્ર શહેર ક્રિકેટમય, મોઢ ચાતુર્વેદીય રાજગોર સમવાય જ્ઞાતિ આયોજિત ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન, આજ અને આવતીકાલ બે દિવસ ચાલશે

હરિશ પવાર
સિહોરમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ આયોજિત આજથી ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ થયો છે મોઢ ચાતુર્વેદીય રાજગોર સમવાય જ્ઞાતિ સિહોર ટ્રસ્ટના યજમાનપદે ઓલ ઇન્ડિયા મોઢ ચાતુર્વેદીય રાજગોર સમવાય જ્ઞાતિની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આજે શનિ અને આવતીકાલે રવિવાર બે દિવસ આયોજન કરાયું છે.ટુર્નામેન્ટમાં અલગ અલગ ગામોની ૨૬ ટીમોએ ભાગ લીધો છે.

કોરોના સમયમાં સિહોરના એક જ પરિવારના પિતા પુત્ર અને માતા સ્વ બફૂલભાઈ મીનાબેન અને ઝલકનું દુઃખદ અવસાન થયું હતું અને જેના સ્મરણાર્થે આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે આજથી આ ટુર્નામેન્ટનો ભાવભેર પ્રારંભ થયો છે.સમગ્ર શહેર ક્રિકેટમય બન્યું છે આજના ખાસ દિવસે ભાજપ કોંગ્રેસના પદાઅધિકારીઓ પણ ઉપસ્થિત રહી રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા ક્રિકેટ છાપરી ગ્રાઉન્ડ અમદાવાદ રોડ અને આઇ.ટી.આઇ.સામેના મેદાન ખાતે ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે