એક સમયે માસુમ બાળકોના ખીલખીલાટથી ગુંજતો બાગ ઉજજડ બની જતા લોકોમાં રોષ

દેવરાજ બુધેલિયા
સિહોર શહેરનો ખંડેર હાલતમાં આવી ગયેલો સુખનાથ બગીચો હવે તંત્રની ઇચ્છાશક્તિના અભાવે નશાખોરો માટે અડ્ડો બન્યો હોય લોકોમાં આ હકીકત ટીકાને પાત્ર બની રહી છે આ ગંભીર બાબતે કુંભકર્ણ નીંદ્રામાંથી વહેલાસર જાગીને યુધ્ધના ધોરણે ઘટતી કાર્યવાહી હાથ ધરે

તો ફરી વખત આ સુખનાથ બગીચો સિહોરવાસીઓ માટે એક આદર્શ ફરવાલાયક સ્થળ બની શકે તેમ છે. સિહોર શહેરમાં વસ્તી અને વિસ્તાર દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે હાલ નાના બાળકો માટે મોજ-મસ્તી માણવા માટે શહેરમાં એક સમયે માસુમ બાળકોના ખીલખીલાટથી ગુંજતો બાગ ઉજજડ બની જતા લોકોમાં રોષ વ્યાપ્યો છે

તંત્રવાહકોની આળસના કારણે ખંડેર હાલતમાં આવી ગયો છે અને લુખ્ખા તત્વો માટે તે અડ્ડો બની ચૂક્યો છે. આ સુખનાથ બગીચો રાત્રિના સમયે અનૈતિક પ્રવૃત્તિઓ બેરોકટોકપણે ધમધમી રહી છે તેવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે જયાં જુઓ ત્યાં દેશી દારૂની ખાલી થેલીઓ અને ખાલી બોટલો જોવા મળી રહી છે.

તેમ છતાં તંત્ર દ્વારા આ બાબતે કશું જ ધ્યાન આપવામાં આવતું નથી. જેથી આ બગીચો નશાખોરો માટે અડ્ડો બની ચૂક્યો છે. તેમ છતા કોઈ કહેવાવાળું નથી એક સમયે નાના બાળકોના ખિલખિલાટથી ગુંજતો આ બાગ હાલમાં સંપૂર્ણપણે ઉજજડ હાલતમાં આવી ગયો છે. તંત્ર પાસે રીનોવેશન કરવાનો પણ સમય નથી. જેના કારણે હવે આ સુખનાથ બગીચો મરણ પથારીએ છે.