GISFS સંસ્થામાં નિવૃત્ત પોલીસ અને નિવૃત હોમગાર્ડ ફરજમાં રહેલા લોકો જોડાય શકે છે પરંતુ અહીં આરોપ છે કે હોમગાર્ડમાં ભરતી થયેલા નથી તેવા લોકો અહીં ફરજમાં છે, નવ વ્યક્તિઓ સામે નામજોગ આરોપ, જામનગર જિલ્લો એપિસેન્ટર : મામલો મુખ્યમંત્રી સુધી

હરેશ પવાર
સિહોર : ગુજરાતમાં એક પછી એક કૌભાંડોના હારમાળા સર્જાયેલી રહે છે હેડ કલાર્કનાં પેપર કૌભાંડ કે ઉર્જા વિભાગ ભરતી કૌભાંડનો મામલો શાંત થયો નથી ત્યાં GISFS સંસ્થામાં ખોટા પ્રમાણપત્રો રજૂ કરીને ભરતીના આરોપથી ફરી ખળભળાટ મચી જવા પામ્યો છે દલિત અધિકાર મંચ દ્વારા સમગ્ર મામલે સિહોર ખાતે પ્રેસ યોજીને નામજોગ આરોપ લગાવી ખોટી રીતે નોકરીઓ મેળવી હોવાના આક્ષેપો અહીં થયા છે માવજી સરવૈયાએ આરોપ લગાવતા મીડિયા સમક્ષ કહ્યું હતું છે કે GISFS સંસ્થામાં ખોટા પ્રમાણપત્રો રજૂ કરીને ભરતીઓ કરવામાં આવી છે.

ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સોસાયટી ની સ્થાપના ૧૯૯૭ માં થયેલી છે ૨૦૧૧/૧૨ માં ભરતી કરવામાં હતી ભરતીના નિયમો એ પ્રકારના છે કે નિવૃત પોલીસ, નિવૃત હોમગાર્ડ અહીં ફરજ બજાવી શકે છે પરંતુ ૫૦૦ થી વધારે ગાર્ડ જીઆરડીના ખોટા પ્રમાણપત્રો આપી ને નોકરી મેળવી છે GISFS સંસ્થા આરટીઆઈમાં સામેલ નથી માટે કૌભાંડ ની વિગતો કોઈ મેળવી શકતું નથી સમગ્ર ગેરરીતિની તપાસ ગુજરાતનાં નિષ્ઠાવાન IPS હસમુખ પટેલ સોંપવાની માંગણી પણ અહીં થઈ છે તાજેતરમાં GISFS સંસ્થા દ્વારા નિવૃત પોલીસ અને હોમગાર્ડના જવાનોની ભરતી કરવામાં આવી જે ભરતીમાં હોમગાર્ડમાં જે લોકોએ ક્યારેય ફરજ નથી બજાવી કે હોમગાર્ડમાં ભરતી પણ નથી.

થયા તેવા લોકોને પાછળ બારણેથી ભરતી કરાયા હોવાનો આરોપ અહીં લાગ્યો છે સમગ્ર મામલે જામનગર જિલ્લો એપિસેન્ટર હોવાનું મનાય છે આઇપીએસ હસમુખ પટેલને તપાસ સોંપવામાં આવે તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નવ લોકો સામે જામજોગ આરોપ લાગ્યો છે કે જેઓ ક્યારેય હોમગાર્ડમાં ભરતી થયા તેવા લોકોને અહીં સંસ્થામાં નોકરી અપાઈ છે તે તમામ સામે કાર્યવાહી કરવા તેમજ સમગ્ર મામલે આવતા દિવસોમાં ગાંધીનગર સુધી રજૂઆતો અને આંદોલનો થશે તેવી ચીમકી માવજી સરવૈયાએ ઉચ્ચારી છે.