નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન કરાયુ હતું

હરિશ પવાર
સિહોર ખાતે ગઈકાલે યોજાયેલ નિરામય કેમ્પ હેઠળ 635 સ્ત્રીઓ અને 526 પુરૂષો મળી કુલ 1161 લોકોએ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં 343 લોકોનાં બ્લડ સેમ્પલ, 233 લોકોનાં ડાયાબીટીસની તપાસ, 470 લોકોનાં હાઇપરટેન્શનની તપાસ, 51 લોકોની એનિમીયાની તપાસ, 11 લોકોને કેલ્શિયમને લગતી ઉણપની તપાસ, 13 લોકોને કિડનીને લગતી બિમારીની તપાસ, 39 મોઢાનાં કેન્સર, 12 સ્તનનાં કેન્સર, 16 ગર્ભાશયનાં કેન્સર અને 316 દર્દીઓએ અન્ય બિમારીઓ માટેની તપાસ કરાવી તેનાં નિદાન માટે સઘન સારવાર અંગેની જાણકારી મેળવી તેને નાથવાં માટેની જરૂરી દવાઓ પણ કેમ્પનાં સ્થળે વિનામુલ્યે ઉપલબ્ધ કરવાઇ હતી તેમજ 132 દર્દીઓને કેમ્પમાં જ રીફર કરવામાં આવ્યાં હતાં કોરોનાને જડમુડથી નાથવાં માટે કેમ્પમાં આર.ટી.પી.સી.આર. ટેસ્ટ અને વેક્સિનેશનમાં તે અંતર્ગત 241 લોકોએ આર.ટી.પી.સી.આર. ટેસ્ટ તથા 37 લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ અને 148 લોકોએ વેક્સિનનો બીજો ડોઝ મળી કુલ 185 લોકોએ વેક્સિનેશન કરાવ્યું હતું.

કાર્યક્રમમાં જરૂરીયાતમંદ 11 લોકોને આયુષ્માન કાર્ડ પણ આપવામાં આવ્યાં હતાં. કાર્યક્રમમાં 8 લોકોનાં એક્સ-રે, 6 લોકોનાં ઈ.સી.જી., 341 લોકોનાં બ્લડ કલેક્શન, 12 લોકોનાં મેમોગ્રાફી અને 8 લોકોનાં સ્પુટમ કલેક્શન પણ કરવામાં આવ્યાં હતા. આ કાર્યક્રમ અંતર્ગત મેગા કેમ્પમાં અલગ-અલગ 24 સ્ટોલ બનાવવામાં આવેલ. જેમાં પુછપરછ, હેલ્પડેસ્ક, રજીસ્ટ્રેશન, હેલ્થ આઇ.ડી., પ્રાથમિક તપાસ, ફિઝીશીયન, સ્ત્રી રોગ વિભાગ, જનરલ સર્જન, કોરોના રસીકરણ, લેબ. ટેસ્ટ વિભાગ, કેન્સર વિભાગ, હદય વિભાગ,પી.એમ.જે.વાય. યોજનાના કાર્ડ વિભાગ બનાવવામા આવેલ, રક્તદાનકેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમા સર ટી. હોસ્પીટલ ખાતેના તબીબી- તજગ્નો દ્વારા આરોગ્ય સેવાઓ આપવામાં આવેલ હતી અને લાભાર્થીઓએ બહોળી સંખ્યામા કેમ્પનો લાભ લીધેલ છે. કાર્યક્રમને સરળ બનાવવા માટે આશા બહેનો, આશા ફેસીલીટેટર બહેનો અને આરોગ્યનાં તમામ કર્મચારીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.