સિહોર નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમેં ગહેરા શોકની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલી પાઠવી

બ્રિજેશ ગોસ્વામી
આર્મી ચીફ બીપીન રાવતના આકસ્મિક નિધનથી દેશને ન પુરી શકાય તેવી ખોટ પડી છે. તેમ જણાવી સિહોર નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમે શ્રધ્ધા સુમન પાઠવેલ છે.તેઓએ જણાવેલ કે દેશની સરહદો અને દુશ્મન દેશોના વ્યુહને પારખવાની ગજબની શકિત ધરાવતા શ્રી રાવત સાહેબે અનેક સફળ ઓપરેશનો પાર પાડયા હતા. તેમની સાથે તેમના પત્ની અને ટુકડીના જવાનોનું પણ નિધન થયુ છે. આ દેશભકતોને મોક્ષગતિ પ્રદાન થાય તેવી ભાવના વ્યકત કરી છે. પ્રમુખે વધુમાં કહ્યું કે દેશના પહેલા ચીફ.ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવતનું હેલીકોપ્ટર દુર્ધટનામાં શહીદ થતા દેશને મોટી ખોટ પડેલ છે.

તેઓ સૈન્યના પ્રમુખ  હતા, અને તેઓની સેવાઓનો લાભ દેશના ઘણા વર્ષોથી  મળેલ છે, અને તેઓના વ્યકિતના અનેક પાસાઓ છે, તેમજ તેઓ જવાનોમાં પણ લોકપ્રિય હતા. તેઓના માર્ગદર્શન હેઠળ ભારતીય સૈન્યે દેશ માટે ધણા કાર્ય કરેલ તેમજ સર્જીકલ સ્ટ્રાઈક વખતે તેઓનું ખુબજ મોટું યોગદાન રહેલ. તેમજ કાશ્મીરમાં આંતંકવાદની વિરુદ્ધ તેઓની આક્રમક નીતિ રહેલ. સેનામાં મહિલાઓની ભરતીમાં તેઓનો મહત્વનો ફાળો રહેલ  તેઓના અવસાનથી ભારતીય સૈન્યને બહુ મોટી ખોટ સાલશે તેઓની સાથે તેમના પત્ની તથા ૧૩ સૈનિકના મૃત્યુ થયેલ છે ત્યારે નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ દ્વારા જનરલ બિપીન રાવત તેમના પત્ની તથા શહીદ થયેલ તમામ સૈનિકોને  શ્રધાંજલી આપી ગહેરા શોકની લાગણી વ્યકત કરી છે.