સિહોર : શીવકુંજ આશ્રમ જાળીયા ખાતે ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન : મોટી સંખ્યામાં ભાવિકભક્તો ઉમટ્યા

પલ્લવી મહેતા
સિહોર : શિવકુંજ આશ્રમ જાળીયા ખાતે રાજકોટના સિંધી પરિવાર દ્વારા પિતૃ મોક્ષર્થે ભાગવત સપ્તાહનું તા.૧૫/૧૨/૨૧ થી ૨૧/૧૨/૨૧ સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શીવકુંજ આશ્રમના માતાજીના સાનિધ્યમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં દરરોજ વિવિધ ઉત્સવોની ઉજવણી કરી ભગવાન ભાગવતનું પૂજન સાથે અર્ચન કરવામાં આવ્યું હતું. આસપાસના મોટી સંખ્યામાં ગ્રામજનો ભાગવત સપ્તાહ નૂ શ્રવણ કરવા માટે ઉમટી પડ્યા હતા. ભાગવત સપ્તાહ સાથે યજ્ઞ તેમજ પ્રસાદ ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.