ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જોગર્સ પાર્ક બનાવવા માટેનો આખરી ઓપ, એજ્યુકેશન સોસાયટી નગરપાલિકા પ્રમુખ સ્થાનિક નગરસેવકોની સ્થળે ખાતે મળેલી અગત્યની બેઠકમાં મહત્વની ચર્ચાઓ થઈ

હરિશ પવાર
સિહોર નગરપાલિકા દ્વારા ધીમે ધીમે સવલતો માં વધારો કરવાના કામો શરૂ કરી દેવામાં આવ્યા છે શહેરમાં સવારના સમયે ચાલવા માટે ક્રિકેટ છાપરી સિવાય અન્ય કોઈ સ્થળ નથી ત્યારે છાપરી ની નજીક જ જોગર્સ પાર્ક આકાર પામવા જઈ રહ્યું છે. આજે સિહોર નગરપાલિકા પ્રમુખ વી.ડી.નકુમ, સિહોર એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી મંડળના સભ્યો તેમજ અહીં ના વોર્ડના નગરસેવકો ની હાજરીમાં જોગર્સ પાર્ક માટેની ચર્ચા વિચારણા માટે સ્થળ ખાતે અગત્યની બેઠક મળી હતી.

જેમાં જરૂરી ચર્ચા વિચારણા સાથે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સવલતો વધારાશે આગામી દિવસોમાં આર. સી.સી રોડ નો જોગર્સ પાર્ક સિહોરીજનો ની સવલતમાં વધારો કરશે. સિહોર નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ દ્વારા વિકાસલક્ષી હેતુના અભિગમ સાથેના નવીતમ કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં જોતા લાગે છે કે સિહોર શહેરની તસ્વીર અલગ તરી આવશે