સિહોરના ખાખરીયા ગામે સ્વ કમલેશભાઈ આહીર ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ અને સંતવાણી કાર્યક્રમ યોજાયો

બ્રિજેશ ગોસ્વામી
સિહોર તાલુકાના ખાખરીયા ગામના સ્વ.કમલેશભાઈ આહીર ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ તથા ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ નિમિત્તે આહિર યુવા ગૃપ અને મિત્ર મંડળ અને કુવાડિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ૮૦ બોટલ બ્લડ એકઠું કરવામા આવ્યું હતું સાથે રાત્રીના સમયે સંતવાણી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

તેમાં પરેશદાન ગઢવી અને વિષ્ણુબાપુ દાણીધારીયા અને પીયૂષબાપુ દાણીધારીયા દ્વારા અને તેમના સાથી કલાકારો દ્વારા સંતવાણી નો લાભ મળ્યો હતો આ સમગ્ર કાર્યક્રમમાં આહિર યુવા ગૃપ અને મિત્ર મંડળ અને કુવાડીયા પરીવાર દ્વારા સ્વ.કમલેશભાઈ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી