ચાની કિટલી, નાસ્તાની લારી, હોટલ-રેસ્ટોરન્ટમાં ઘરવપરાશના ગેસ સિલિન્ડરોની થતી કાળાબજારી

હરિશ પવાર
સિહોર સાથે જિલ્લામાં ઘરવપરાશના એલપીજી ગેસ સિલિન્ડરનો બેફામપણે જગજાહેર કોમર્શિયલ ઉપયોગ થઇ રહ્યો છે. ચાની કિટલી, નાસ્તાની લારી, હોટલ-રેસ્ટોરન્ટ, નાસ્તા હાઉસોમાં એલપીજી સિલિન્ડરો જ ઉપયોગમાં લેવાઇ રહ્યા છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરો મોંઘા ભાવે મળતા હોવાથી ઘરવપરાશના ગેસ સિલિન્ડરોનો જ વપરાશ જોવા મળી રહ્યો છે. આ બદી રોકવાની જેની જવાબદારી છે તે પુરવઠા ખાતું આંખઆડા કાન કરી રહ્યું છે. શું આડેધડ, સેફ્ટી નોમ્સ વગર, જાહેર રોડ પર ગેસ સિલિન્ડરના બાટલા અને તે પણ ઘરેલું ગેસ સિલિન્ડર કાળા બજારમાં , ખોટી રીતે વાપરી શકાય કે કેમ.?

પુરવઠા ખાતું કેમ પગલા લેતું નથી. કેટલાક કિસ્સામાં ગ્રાહકો પણ કમાણીના ઉદ્રેશથી બાટલા બ્લેકમાં વેચતા હોય છે સિહોર સાથે જિલ્લામાં અસંખ્ય જગ્યાઓ પર આ બદી જોવા મળી રહી છે કોમર્શિયલ એકમોમાં એલપીજી સિલિન્ડર જ વપરાશમાં લેવાઇ રહ્યા છે. પુરવઠા ખાતાએ દરોડો પાડીને એલપીજી સિલિન્ડર જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ અને કોમર્શિયલ એકમોવાળાઓ ફક્ત કોમર્શિયલ ગેસ સિલિન્ડર જ નવપરાશમાં લે તે જોવા માટે સમયાંતરે ચેકિંગની પણ વ્યવસ્થા કરવી જોઇએ તેવી લોકો માંથી માંગણી ઉઠી છે.