સિહોરમાં જાદુની દુનિયા, વિશ્વ ફલક પર નામના મેળવનાર જાદુગર હકુભાના મેજીક શો, શહેરના હેલીપેટ ગ્રાઉન્ડમાં છેલ્લા એક અઠવાઠીયાથી જાદુગર હકુભા ધુમ મચાવી રહ્યા છે, જિંદગી અને મોત વચ્ચેની અનેક ઇવેન્ટો ઉપસ્થિત સૌ કોઈને દંગ રાખી દેનારી છે

રૂબરૂ સલીમ બરફવાળા
જાદુગરની દુનિયામાં આગવું સ્થાન અને નામ ધરાવતા જાદુગર હકુભાનાં મેજિક શોનો સિહોરના હેલિપેડ ખાતે પ્રારંભ થયો છે જાદુગર હકુભાના કાર્યક્રમની ખાસ વિશેષતા એ છે કે મનોરંજનની સાથે સંપુર્ણ પારીવારીક કાર્યક્રમ છે ભરપુર મનોરંજનની સાથે જાદુના માધ્યમથી અંધશ્રધ્ધા નિવારણ, બેટી બચાવો બેટી પઢાવો, સ્વચ્છ ગુજરાત સ્વસ્થ્ય ગુજરાત સહિત દેશભક્તિનો સંદેશ આપી રહ્યા છે.

આજ સુધીના તમામ જાદુના ખેલને ભુલાવતા જાદુગર એટલે હકુભા સિહોરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે દરરાત્રે ૯.૩૦ કલાકે અને રવિવારે ૬ તથા ૯ વાગ્યે જાદુના શો બતાવવામાં આવે છે પિતા પુત્રની જોડી એટલે જાદુગર હકુભા અને જુનિયર હકુભાના જાદુના શો દરમ્યાન સિનેમાના દ્રશ્યો જીવંત કરતા પ્રેતાત્માની જેમ હવામાં ઉડતો માણસ, શરીરની આરપાર સળગતા ભાલા, ચાલુ પંખાની આરપાર જાદુગર, માણસના બે ટુકડા, પાણીના સ્ટંટ, મીના બજાર સહિત જીંદગી અને મોતના જાદુના ખેલ બતાવવામાં આવી રહ્યા છે.

જાદુગર હકુભા દ્વારા દેશ વિદેશમાં જાદુના શો કરીને નામના મેળવવામાં આવી છે ખ્યાતનામ જાદુગર હકુભાએ ૧૯૩૨થી ભારતમાં જાદુની કલાને એક નવી ઉચાઇઓ પર પહોચાડી છે જાદુની દુનિયામાં એક આગવી ઓળખ ઉભી કરી છે પિતા પુત્રની જોડી હાલ સિહોરમાં લોકોને જાદુના ખેલમાં મનોરંજનની સાથે વિવિધ સંદેશાઓ પણ આપી રહ્યા છે