સિહોર પોલીસના પીઆઇ ગોહિલ, સર્વોત્તમડેરીના હરિભાઈ જોશી, યુવા અગ્રણી ઉદ્યોગપતિ અજય શુક્લે ઉત્તરાયણ પર્વે વડલાચોકથી દાદાનીવાવ સુધી લોકોને માસ્ક અને માર્ગદર્શન બન્ને આપ્યું : લોકોના જીવ બચે એની ચિંતા કરી

સલિમ બરફવાળા
સિહોર : આમ તો પોલીસ ઘણા સારા કામ કરે છે પરંતુ ખ્યાતી કરતા કુખ્યાતી ચારે પગે દોડે છે જેના કારણે સારા કામની ભાગ્યે જ નોંધ લેવાય છે હાલ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરે દસ્તક દઈ દીધા છે કોરાના કહેરને કારણે તંત્રએ આકરા પગલા ભરવાની શરૂઆત કરી છે આજે ગુરૂવારે સિહોરના વડલાચોક વિસ્તારમાં ઉતરી પડેલા પોલીસના ધાડા જોઈ લોકો ડરી ગયા હતા.

 પણ પરંતુ રોજ માસ્કનો એક હાજર રૂપિયા દંડ લેતી પોલીસના હાથમાં પાવતી બુકને બદલે માસ્ક હતા અને માસ્ક વગર ફરતા લોકોને દંડ કરવાને બદલે પોલીસ મફતમાં માસ્ક આપી માસ્ક પહેરવાની ફરજ પાડતી હતી.પોલીસની સાથે સર્વોત્તમ ડેરીના ચેરમેન હરિભાઈ જોશી અને યુવા અગ્રણી અજય શુક્લ પણ આ અભિયાનમાં જોડાઈને માસ્કની સાથે માર્ગદર્શન આપી લોકોના જીવની ચિંતા કરી હતી.

કોરોના સંક્રમણથી બચવા માસ્ક અને જનજાગૃતિ સાથે માસ્ક વગરના વાહનચાલકો અને લોકોને મફત માસ્કનું વિતરણ કરતા લોકોએ પોલીસની સરાહના કરી હતી સિહોરના વડલાચોકથી દાદાનીવાવ સુધીમાં જાહેર રસ્તાઓ પર પેટિયું રળતા લોકોને માર્ગદર્શન આપી માસ્ક વગરના લોકોને વિનામુલ્યે માસ્ક વિતરણ કરાયા હતા.

લોકોને ફરજિયાત માસ્ક પહેરવાની સૂચનાઓ આપી હતી. સલામતી જાળવવા અને કોરોના વાયરસથી બચવા મોઢા પર માસ્ક ફરજીયાત પહેરવાની અપીલ કરવામાં આવી હતી સિહોર પોલીસના માસ્ક વગરના વાહનચાલકો અને લોકોને દંડની પાવતી પકડાવવાની જગ્યાએ મફત માસ્ક આપતા પોલીસની કામગીરીની સરાહના કરી હતી.