જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત તાલુકા કક્ષાના પ્રદર્શનમાં બે વિદ્યાર્થીઓ ઝળકયા

બ્રિજેશ ગોસ્વામી
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત સિહોર તાલુકા કક્ષાના વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૧-૨૨માં મોટાસુરકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વિભાગ ૩. સોફ્ટવેર અને એપ્સમાં જેની કૃતિ એજયુ.એપ્સમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું સિહોર તાલુકામાં આવેલ મોટાસુરકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સોફ્ટવેર અને એપ્સમાં જેની કૃતિ એજયુ.એપ્સ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ (૧) કાઠિયા અંશરાજ રામસંગભાઈ અને (૨) ગોહિલ હિતેશ કિરીટભાઈ એ ૧૫ થી વધારે શૈક્ષણિક એપ્લિકેશન નું નિર્માણ કર્યું છે.

જેમાં હાલની ટેકનોલોજી દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકે મોટાસુરકા પ્રા. શાળાના ઈનોવેટિવ અને આઈટીસીમાં કામ કરતાં ગણિત-વિજ્ઞાનના શિક્ષક નિરવભાઈ જી. ચૌહાણે શાળાના બાળવૈજ્ઞાનિકોને માર્ગદર્શન પૂરું પાડીને સતત ૭ વર્ષથી જિલ્લા કક્ષામાં સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. નિરવભાઈ ચૌહાણ આઇટીસી અને ઈનોવેટિવ શિક્ષક તરીકે વિદ્યાર્થીઓના સતત પ્રેરણા સ્ત્રોત બનીને શાળાની તમામ પ્રવૃત્તિઓ માં ખંત, ઉત્સાહ અને કર્તવ્યનિષ્ઠ બનીને ડિજિટલ શાળા બનાવવાના અથાગ પ્રયત્નો કરી રહયા છે. આ તકે શાળાના આચાર્ય અને તમામ સ્ટાફમિત્રોએ શાળાના બાળ વૈજ્ઞાનિકોને અને શિક્ષકમિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.