સિહોરના રામનાથ રોડ પર સપ્લાય લાઈનમાં ભંગાળ : રોડ રસ્તા પાણી પાણી : રાહદારીઓ વાહન ચાલકો પરેશાન પરેશાન

દેવરાજ બુધેલિયા
સિહોર નગરપાલિકાનું મોટાભાગનું તંત્ર ખુલ્લી આંખે ઊંઘી રહ્યું છે લોકોની સમસ્યાઓની જાણ હોવા છતાં બેદરકારી દાખવીને પ્રજાના રોષનું ભોગ બનવું પડે છે નગરપાલિકાના વોર્ડ નં-૭ માં આવેલ રામનાથ રોડ પર છેલ્લા કેટલાક દિવસોથી પાણી સપ્લાયની લાઈનમાં ભંગાણ થયું છે અહીં દરરોજ પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહયો છે અહીંના સ્થાનિક રહીશો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે.

અહીંના રહીશો દ્વારા જણાવ્યા અનુસાર નગરપાલિકા તંત્રને અનેકવાર મૌખિક રજુઆત કરવામાં આવી છતાં આ પ્રશ્ન હજુ એમનો એમ છે. સામાન્ય વાલ્વ રીપેરીંગ કરવાના વાંકે અહીંના લોકોને નિયમિત પાણી નથી મળતું જેથી લોકોમાં રોષની લાગણી જન્મી છે સપ્લાય સમયે બે ત્રણ જગ્યાએ ભંગાણ હોવાથી મહામુલું પાણી રામનાથ રોડથી છેક ગોંદરા સુધી પહોંચે છે ત્યારે સુષુપ્ત નગરપાલિકા તંત્ર તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો નિકાલ લાવે એવું આ વિસ્તારના રહીશો ઇચ્છી રહ્યા છે.