શાસકોનો ઘાટ એક સાંધે ત્યાં તેર તૂટે, હજુ ફિલ્ટર પ્લાન્ટની અવદશા લોકોના માનસપટ પરથી હતી નથી ત્યાં નવી મોકાણ, સિહોર ગૌતમેશ્વર બાદ મહિપરીએજ પાણી પણ ફિલ્ટર વગરનું આવતું હોવાનો સનસની આરોપ, મુકેશ જાનીએ કહ્યું રામના નામે મત લેનારા લોકોએ શહેરના લોકોને રામના ભરોસે છોડી દીધા,

હરિશ પવાર
સિહોર નગરપાલિકા શાશકોના દાવા એક પછી એક પોકણ સાબિત થઈ રહ્યા છે અહીં સૌથી મોટો ખુલાસો થયો છે આરોપ લાગ્યો છે કે મહિપરીએજનું ફિલ્ટર વાળુ પાણી પૈસા આપી લેવામાં આવે છે તે પાણી ફિલ્ટર વગરનું આપવામાં આવે છે એટલે કે ગૌતમેશ્વર તળાવ અને મહિપરીએજ બન્ને જગ્યાનું પાણી વિતરણ ફિલ્ટર વગરનું કરવામાં આવે છે વિપક્ષનું કહેવું છે કે ચાલું વર્ષે કુદરત મહેરબાન થતા જીવાદોરી સમાન ગૌતમેશ્વર તળાવ સારા વરસાદને લઈને ઓવરફલો થયું છે પરંતુ નગરપાલિકામાં બેઠેલા અણઆવડતવાળા સત્તાધીશો નવા નીરના વધામણા જેવા કાર્યક્રમ કરી માત્ર પ્રજાને મૂર્ખ બનાવ્યા છે.

સિહોરની જનતા માટે જે આયોજનબધ્ધ પગલાંઓ ભરવા જોઈએ તે ભરાતા નથી તળાવ છલોછલ હોઈ ત્યારે પાણી દોઢ વર્ષ સુધી ચાલે તેટલું રહેતું હોય છે તેનો સદઉપયોગ કરી આ પાણી ફીલ્ટર કરી લોકોને સિધે સિધુ આપવામાં આવે તો વેચાતું પાણી લેવાની જરૂરીયાત ઉભી ન થાય આજે સિહોરની જનતા ઉપર મહી પરીએજના પાણીનું કરોડો રૂપીયાનું દેવું દેવાળીયા શાસકોને લઈને થઈ ગયેલ છે હાલમાં નગરપાલિકા પ્રતિદિવસ ૧૦ એમ.એલ.ડી. પાણી વળાવડથી લઈ રહી છે.

કારણ કે સિહોર નગરપાલિકાનો વિવાદીત ફીલ્ટર પ્લાન્ટ કે જે શરૂ નથી તે ધૂર્ત શાસકો ધ્વારા ફીલ્ટર પ્લાન્ટ શરૂ છે તેવું બતાવી પ્રજાને મૂર્ખ બનાવી રહ્યા છે જો સિધે સિધું પાણી તળાવનું પાણી આપવામાં આવે તો આ પાણી લીલવાળું , દુષિત અને દુર્ગંધયુકત મળે તો લોકોમાં હોબાળો મચી જવાની ભીતિ હોય અને તેઓનો ભાંડો ફુટી જવાના ડરથી છતાપાણીએ વેચાતું પાણી લેવું ફરજીયાત બને છે પણ અહી તો ઉલ્ટી ગંગા વહે છે દૈનિક પત્ર ઘ્વારા જાણવા મળ્યુ કે વળાવડ પ્લાન્ટથી આવતું પાણી છેલ્લા ચાર થી પાંચ માસથી પ્રી પ્લાન્ટ પોસ્ટ પ્લાન્ટ બંધ હોય ફીલ્ટર કર્યા વગરનું પાણી સિધે સિધું નગરપાલિકાને આપવામાં આવે છે ત્યારે સિહોરની જનતા દુષિત પાણી હાલમાં પી રહી છે અને ચૂકવણું ફીલ્ટરયુક્ત પાણીનું કરવામાં આવી રહ્યુ છે.

સત્તામાં મદ બનીને બેઠેલા આ કુંભકર્ણોની જો હવે આંખ ખુલે તો ઉચ્ચકક્ષાએ રજુઆત કરી ફીલ્ટરયુકત પાણી મળે તે દિશામાં પગલાં લેવા જોઈએ પરંતુ ત્યાં પણ કોન્ટ્રાકટરો વગદાર હોય સરકારશ્રીમાં શાસકોનું કોઈ સાંભળશે કે નહી તે પણ પ્રશ્ન થાય છે આમ પાણીજન્ય રોગચાળાને લઈને સિહોરના દવાખાના તેમજ ઘરે ઘરે માંદગીના ખાટલાઓ ભરેલા છે આમ હજી તો સિહોરના ફીલ્ટર પ્લાન્ટની મોકાણ માંડી છે ત્યાં દરવાજે બીજું આવીને ઉભુ રહે તેવો નગરપાલિકાનો ઘાટ છે રામના નામે પ્રજા પાસે મતો માંગતા આ ખોટા વચનો આપતા શાસકો પ્રજાના રામના ભરોસે છોડી દે છે