સિહોર નગરપાલિકા દ્વારા દબાણ દૂર અને ટ્રાફિક ન થાય તે માટેની કામગીરી

હરિશ પવાર
સિહોરના ટાવર ચોક સામે આવેલ તાલુકા પંચાયતની જૂની દીવાલ હતી ત્યાં આર એન્ડ બી વિભાગ દ્વારા નિયત મુજબ નવી દિવાલ બનાવતા અડચણ રૂપ બની રહેલ જૂની દીવાલ ને આજે પાલિકા તંત્ર દ્વારા દૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત પાલિકા પ્રમુખ દ્વારા જણાવેલ

વાવાઝોડા ની અંદર તૂટી ગયેલ સ્વામી વિવેકાનંદ ની પ્રતિમા ને ફરી મુકવામાં આવશે. તેમજ વડલા ચોક થી નવો બનાવેલ રોડ ની બંને તરફ પાર્કિંગ માટેના માર્ક કરવાંમાં આવશે સાથે જ તે માર્ક બહાર પાર્ક કરેલ હશે તે વાહન ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું પ્રમુખે જણાવ્યું હતું.