હાલ શિયાળામાં આવી સ્થિતિ છે ત્યારે આગામી ઉનાળાની કલ્પનામાત્રથી શહેરીજનો ચિંતીત

દેવરાજ બુધેલીયા
સિહોર શહેરમાં પાણીની પૂરતા પ્રમાણમાં સગવડતા હોવા છતાં નગરપાલિકાના સત્તાધીશોની અણઆવડતના કારણે શહેરીજનો પાણીથી વંચિત રહે છેે. હાલ  શિયાળામાં સિહોરવાસીઓની આવી સ્થિતિ હોય તો આગામી ઉનાળામાં પ્રજાજનોની શુ દશા થશે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. તંત્રવાહકોની લાપરવાહીથી હાલ છતે પાણીએ સાત-આઠ-દસ દિવસે પાણીનું વિતરણ કરાતા લોકો ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે. સિહોર નગરપાલિકાના સત્તાધીશો અને વોટર વર્કસના સ્ટાફની અણઆવડતના કારણે શહેરીજનોને ઘેર ઘેર નળ દ્વારા સાતથી આઠ દસ દિવસે પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે જેથી મહિલાઓમાં ભારે દેકારો મચી જવા પામ્યો છે અને ભારે હોબાળો મચાવ્યો હતો