સિહોરમાં બ્રહ્મકુંડમાં આવેલ નાના સાહેબ પેશ્વાની સમાધીને નવા રૂપ રંગો અપાશે

નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમની સ્થળ વિઝીટ, સ્થળ અને ગ્રાઉન્ડ લેવલે શુ કરવા જેવું છે તેની રૂબરૂ સમીક્ષા : બ્રહ્મકુંડ અને નાના સાહેબ પેશ્વા સમાધિ આજુબાજુ ડેવલોપમેન્ટ થશે

બ્રિજેશ ગોસ્વામી
સિહોર એટલે ઐતિહાસિક ભૂમિ. અનેક ઇતિહાસ આ ભોમકા સાથે જોડાયેલા છે. જેમાં વિશેષ જોઈએ તો સિધ્ધરાજ જયસિંહ દ્વારા બ્રહ્મકુંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અદભુત કલા અને દેવી શક્તિની ઝાખી અહીં જોવા મળે છે. ત્યારે વીર યોદ્ધા નાના સાહેબ પેશ્વા કે જેઓ પોતાના અંતિમ દિવસોમાં સિહોરમાં જ પસાર કર્યા હતા ત્યારે તેમની સમાધિ બ્રહ્મકુંડ નજીક આવેલ છે. વર્ષોથી યોગ્ય સન્માન સ્થળની રાહ જોતી પેશ્વા સાહેબની સમાધી હવે નવા રૂપરંગ સાથે ખીલી ઉઠશે.

નગરપાલિકા પ્રમુખ નકુમ તેમજ વોર્ડ નંબર ૮ ના નગરસેવકો દ્વારા નાના સાહેબની સમાધિ સ્થળ ઉપર એક આકર્ષિત સર્કલ બનાવવામાં આવશે તેમજ અહીં એક હાય મોસ્ટર ઇલેક્ટ્રિક ટાવર પણ નિર્માણ કરવામાં આવશે જેના લીધે બ્રહ્મકુંડ આસપાસ આવેલ ધાર્મિક સ્થાનો રાત્રીના સમયે ઝળહળી ઉઠશે ટૂંક સમયમાં બ્રહ્મકુંડ વિસ્તાર કે જે વેરાન જેવો બન્યો હતો તેને નગરપાલિકા તંત્ર દ્વારા ચમકાવી દેવામાં આવશે આજે નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ દ્વારા સ્થળ વિઝીટ અને રૂબરૂ સમીક્ષા કરવામાં આવી હતી સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી આવતા દિવસોમાં વેરાન પડેલી એતિહાસિક જગ્યાઓને ચાર ચાંદ લાગશે