જિલ્લા કલેકટર ગ્રામ્ય વિસ્તારોની મુલાકાતે, આરોગ્યની બાબતોની ચકાસણી

બ્રિજેશ ગોસ્વામી
સમગ્ર રાજ્યમાં ફેલાયેલાં કોરોનાના સંક્રમણને પગલે જિલ્લામાં પણ કોરોનાના તાજેતરમાં અચાનક વધેલા કેસને ધ્યાનમાં રાખીને તંત્ર સતર્ક બન્યું છે . જિલ્લામાં કોરોનાની સ્થિતિ અને તેને પહોંચી વળવા માટેના ઉપાયો તથા તૈયારીઓની સમીક્ષા માટે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ આજે સિહોર પાલીતાણા અને તળાજાની મુલાકાત લીધી હતી અને ઉપલબ્ધ સુવિધાઓ વિશેની ડોક્ટરો પાસેથી જાણકારી મેળવી હતી અને કોરોના સંક્રમણને અટકાવવા માટેના પગલાઓ વિશેની સમીક્ષા કરી હતી. દર્દીઓ સાથે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ પણ સતર્કતા દાખવી તેઓ પણ કોરોના કોરોનાથી સંક્રમિત ન થાય

તે માટેની કાળજી રાખવા માટે અનુરોધ કર્યો હતો નગરપાલિકા વિસ્તારોમાં પરીક્ષાઓમાં લાઉડ સ્પીકર લગાવી તેને વિવિધ વિસ્તારોમાં ફેરવીને કોરોના સંક્રમણને અટકાવવા વિશેના પગલાઓ વિશેની જાણકારી લોકોને આપવામાં આવી રહી છે સમગ્ર આરોગ્ય તંત્ર આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રહે તે રીતે તૈયાર રાખવામાં આવ્યું છે. કોરોના વોરીયર્સ એવાં આરોગ્ય કર્મીઓ પણ પોતાનું સર્વસ્વ અર્પણ કરીને કોરોનાના દર્દીઓને બચાવવાં માટે કટિબદ્ધ છે.જિલ્લામાં ઓક્સિજન, કોરોનાના દર્દી માટેની બેડ વગેરે જેવી વ્યવસ્થાઓ માટેની અગાઉથી જ સઘન તૈયારીઓ આરંભી દઈને કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં પહોંચી વળાય તે માટેનું સુવ્યવસ્થિત આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.