સમસ્‍ત બ્રહ્મસમાજ યુવા પરશુરામ ગ્રુપ તેમજ બ્રહ્મસમાજના આગેવાનોની હાજરીમાં કાર્યાલયનું થયું ઓપનિંગ ; બાઇક રેલી તેમજ વિશાળ જનસંખ્‍યામાં શોભાયાત્રા નીકળશે ; ઠેર ઠેર ઠંડા પીણા સરબત છાશ – ચા – પાણીના સ્‍ટોલ સેવા માટે ખડેપગે રહેશે ; જબરદસ્ત આયોજનની પૂર્વ તૈયારીઓ શરૂ

હરિશ પવાર
આગામી તા.૩ મે ના રોજ પરશુરામ જયંતિ હોય જેની સિહોર ખાતે શાનદાર ઉજવણી માટે સમસ્‍ત બ્રહ્મસમાજ યુવા પરશુરામ ગ્રુપ તેમજ બ્રહ્મસમાજના આગેવાનોની હાજરીમાં કાર્યાલયનું ઓપનિંગ થયું છે સાથે એક બેઠક યોજાય હતી.

અને પરશુરામ જયંતિ વધુમા વધુ સારી રીત ઉજવાય અને લોકો જોડાય તે માટે સૌ સાથે મળી આયોજન થાય તે માટેની જરૂરી વિચાર વિમર્શ અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી કોરોના કાળના બે વર્ષ બાદ યોજાઇ રહેલી આ જન્‍મજયંતિ શોભાયાત્રાને લઇ ભુદેવોમાં અનેરો થનગનાટ જોવા મળી રહયો છે.

પરશુરામ જયંતિ સૌનો સાથ સહકાર મેળવી શાનદાર રીત પરશુરામ જયંતીની ઉજવણી થાય તેવું આયોજન હાથ ધરાયું છે કાર્યાલય ઓપનિંગ પ્રસંગે સમસ્‍ત બ્રહ્મસમાજ યુવા પરશુરામ ગ્રુપ તેમજ બ્રહ્મસમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.