સિહોર પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ – નબીરાઓના વાલીઓને પોલીસ સ્ટેશનમાં તેડા

હરિશ પવાર
સિહોર પોલીસ વિભાગ દ્વારા આજે શહેરી વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને ત્રણ સવારી, નંબર પ્લેટ વગરની ગાડીઓ, ફેન્સી નંબર વાળી ગાડીઓ,બેફામ હોર્ન ના ઉપયોગ કરતા વાહનચાલકો અને ટીનેજર લોકો ઉપર તવાઈ બોલવામાં આવી હતી.જેમાં ટીનેજર બાળકોના વાલીઓને પોલીસ મથક બોલાવવામાં આવ્યા હતા. સિહોર પોલીસ મથકના પીઆઇ અને સ્ટાફ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરાવામાં આવ્યું હતું