સિહોરના રામધરી ગામે નલ સે જલ’ યોજના અંતર્ગત શુદ્ધ પાણીની લાઈનો નાખવાની કામગીરી શરૂ

સંજય રાઠોડ રામધરી
ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય અંતર્ગત દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘નલ સે જલ’ યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી ની આગેવાનીમાં આગામી વર્ષ 2022ના અંત સુધીમાં રાજ્યમાં ‘જ્યાં ઘર હશે ત્યાં નળ હશે’ તેવા સંકલ્પ સાથે સરકાર આગળ વધી રહી છે. દરેક ઘર સુધી પીવાનું શુધ્ધ પાણી પહોંચે તે માટે ‘નલ સે જલ યોજના’ અંતર્ગત દરેક જિલ્લા તાલુકાના ઘરમાં પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.

ત્યારે સિહોરના રામધરી ગામે લોકોનાં ઘર આંગણે શુદ્ધ પાણી પહોંચે તે માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે આવતા દિવસોમાં ગ્રામજનોને હવે રોજજે શુદ્ધ પાણી મળી રહેશે લોકોને પાણી માટે રઝળપાટમાંથી મુક્તિ મળશે સરકારના આ પ્રજાલક્ષી અને વિકાસલક્ષી અભિગમથી સરપંચ સહિત ગામના લોકોએ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે