સિહોર રેલવે ફાટક પાસે એસ.બી.આઈ. કસ્ટમર સર્વિસ પોઇન્ટ ખાતે વીમા કેમ્પ યોજાયો

હરિશ પવાર
ગઈકાલે બેન્કિંગ ક્ષેત્રે જોડાયેલી તથા બેંક ના ગ્રાહકો ને સ્થાનિક લેવલે પોતાના સર્વિસ પોઇન્ટ દ્વારા બેન્કિંગ સુવિધાઓ પુરી પાડતી કંપની ઝીરો માસ પ્રાઇવેટ લિમિટેડ નો સ્થાપના દિવસ હોય, કંપની સાથે જોડાયેલા તમામ સર્વિસ સેન્ટરો માં સરકારી વીમા યોજના ના કેમ્પ કરી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલ.

જે અનુસંધાને સિહોર માં ઘાંઘળી રોડ રેલવે ફાટક પાસે એસ.બી.આઈ. કસ્ટમર સર્વિસ પોઇન્ટ ના સંચાલક પ્રવિણસિંહ મોરી દ્વારા કેમ્પનુ આયોજન કરી પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના તથા અટલ પેંશન યોજના વિશે ગ્રાહકોને તેની ઉપયોગીતા તથા અગત્યતા અંગે માહિતી આપી તેમના ફોર્મ ભરી આપવામાં આવ્યા હતા.