તાંબા પિત્તળ બજારની રૂબરૂ મુલાકાત લઈ વેપારીઓ સાથે બેસીને ધંધા રોજગાર અંગેની માહિતી પણ મેળવી, એક સમયે સિહોરના કાંસાના વાસણો દેશભરમાં પ્રખ્યાત હતા

મિલન કુવાડિયા
એક સમયે વિશ્વ ફલક ઉપર કાંસા તાંબા પિત્તળના વાસણો માટે સિહોર પ્રખ્યાત બની ચૂક્યું હતું, અહીંના કાસાના વાસણો પોતાની આગવી ઓળખ ધરાવતા હતા, એક સમય હતો જ્યારે લાખો કરોડોનું ટન ઓવર્સ આ ધંધામાં હતું. હજારો કારીગરોના ઘરો આ ધંધા ઉપર નભતા હતા. પરંતુ સમયાંતરે નબળા બનતા રાજકારણ અને નેતાઓને લઈને આ ધંધો પડતો ભાંગતો ગયો. હાલ સિહોરના વાસણનો ધંધો વેન્ટિલેટર ઉપર છે એમ કહીએ તો પણ ચાલે ત્યારે ભાવનગરનું ગૌરવ રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ઓચિંતી સિહોર વાસણ બજારની મુલાકાત લીધી હતી રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના રાજકારણના ચાણક્ય કહેવાતા

ભાવનગરના પનોતા પુત્ર શક્તિસિંહ ગોહિલ ગઈકાલે સિહોરની ટૂંકી મુલાકાત આવ્યા હતા સિહોરના વિશ્વ પ્રખ્યાત તાંબા પિત્તળના વાસણોની કંસારા બજાર ખાતે તેઓ પહોંચી ગયા હતા અહીં તેમને અલગ અલગ વેપારીઓની દુકાનોમાં મુલાકાત લઈ ને તાંબા પિતલ જમર્ન કાસુ જેવા વિવિધ ધાતુના વાસણો તેમજ તેમના વિવિધ ઉપયોગ માટેની માહિતી મેળવી હતી. તદ્દ ઉપરાંત તેમને અહીં વેપાર માટેની સવલતો ઉપર વાતો કરી પોતે પણ કાંસાના વાસણોની ખરીદી કરી હતી અહીં તેમની સાથે શંખનાદ સંચાલક અને લોકનેતા મિલન કુવાડિયા તેમજ સ્થાનિક કોંગ્રેસના અગ્રણીઓ પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા.