સિહોર લાખો રૂપિયાના ખર્ચે બનેલી વિવેકાનંદ ની પ્રતિમામાં પણ ભ્રષ્ટાચાર હશે?

બ્રિજેશ ગોસ્વામી
સ્વામી વિવેકાનંદની જન્મજયંતિને રાજકીય પક્ષો દ્વારા યુવા દિવસ તરીકે ઉજવામાં આવે છે. સિહોરમાં પણ વડલા ચોક ખાતે આજથી ઘણા સમય પેલા વિવેકાનંદ સ્વામીની વિશાળ પ્રતિમા મુકવામાં આવી હતી જે સિહોરની શોભામાં વધારો કરતી હતી. પરંતુ ભ્રષ્ટાચારયુક્ત આ દેશ અને તંત્રમાં થોડા સમય પહેલા કચરાના ટેમ્પામાં આ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને રાતોરાત ગાયબ કરી દેવાઈ હતી જેની ભાળ આજે મળી હતી.

સ્વામી વિવેકાનંદ ની પ્રતિમા કચરાની માફક તૂટેલી હાલતમાં પડી છે. લાખો રૂપિયા ના ખર્ચ કરીને કદાચ આ પ્રતિમા બનાવવામાં આવી હશે. પરંતુ આ વિવેકાનંદના વ્યક્તિત્વ ને અબજો રૂપિયા પણ આંકી ન શકાય તેવું હતું. યુવાનો માટે પ્રેરણાનો અવિરત ધોધ કહી શકાય તેવા સ્વામી વિવેકાનંદ ની પ્રતિમા કોઈ યુવાન નેતાની રાહમાં પડી છે.