મહુવા હનુમંત હોસ્પિટલ તથા ગાયત્રી પરીવાર ટાણા ગામ વતી આયોજિત સર્વરોગ તથા નેત્ર નિદાન કેમ્પનું આયોજન, લોકોએ મોટી લાભ લેવા અનુરોધ

બ્રિજેશ ગોસ્વામી
સમગ્ર વિશ્વમાં આજકાલ બહુ બધા લોકો નાની મોટી કોઈને કોઈ બિમારીથી પીડાઈ રહ્યા છે, પરંતુ ઘણા લોકોને એ ખબર પણ નહી હોતી કે એ કોઇ બીમારીથી પીડાઈ રહ્યા છે, જો આ રોગ તેમને વહેલા ખબર પડે તો મોટી બીમારી કે જે જીવલેણ પણ નીવડી શકે તેનાથી બચી શકાય. જેનાં માટે ગાયત્રી પરીવાર તથા ટાણા ગામ વતી સર્વરોગ તથા નેત્ર નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે, જે રવિવારના રોજ સવારે ૧૧ થી ૩ વાગ્યા સુધી ટાણા કુમાર કેન્દ્રવતી શાળા, બસ સ્ટેન્ડ પાસે, ટાણા રાખવામાં આવેલ છે. આ કેમ્પ હનુમંત હોસ્પિટલ મહુવા દ્વારા તદ્દન મફત અને સેવા ના આશયથી કરવામાં આવેલ છે, તેઓના તરફથી તપાસ તથા દવા તદ્દન મફત આપવામાં આવશે, જેનાં માટે તજજ્ઞ ડોક્ટરોની મોટી ટીમ આવશે.

આ ઉપરાંત નીચે મુજબની સેવાઓ પણ આપવામાં આવશે. 1) રૂબેલા ની રસી કે જે ભવિષ્યમાં માતા બનનારી એવી 11 થી 21 વર્ષની બહેનોએ લેવી જરૂરી છે જેથી જન્મનાર બાળક ખોડ ખાપણ વગરનું ના જન્મે. 2) જરૂરિયાતમંદ લોકોને ડાયાબિટિસનો રિપોર્ટ તથા હૃદયની પટ્ટી કાઢી આપવામાં આવશે 3) આંખના મોતિયાના દર્દીઓ ઓપરેશન માટે આવે ત્યારે આધારકાર્ડ અને રેશન કાર્ડની ઝેરોક્ષ તથા પાસપોર્ટ સાઇઝના 2 ફોટા લાવવાં. 4) “મુખ્યમંત્રી અમરૂતમ યોજાના” તથા “આયુષ્માન ભારત યોજના” હેઠળ દર્દીઓને યોજના મુજબ વિનામૂલ્યે ઓપરેશન તથા સારવાર કરી આપવામાં આવશે સામાજિક કાર્યકર એવા શ્રી નીતિનભાઈ પંચોલી જેમણે ૧૫૦૦ આજુબાજુ નેત્ર કેમ્પના આયોજન કરેલ તે મહાનુભાવોનું સન્માન સમારંભ નું પણ આયોજન રાખેલ છે

બોક્સ..

કેમ્પ ની માહિતી માટે
કમલેશભાઈ રાઠોડ ૯૭૨૫૩૨૮૦૦૭

સંપર્ક માટે
• વાઘજીભાઈ ઉલવા-ટાણા .૯૯૯૮૭૦૪૧૩૦
• જીતુભાઈ ચૌહાણ વરલ . ૯૯૨૪૩૪૨૪૧૧
• રઘુભાઈ સાગવાડી . ૯૦૯૯૭૬૩૯૮૨
• આર.કે. બોરડી ૯૭૨૩૫૭૯૪૯૫
• અશોકભાઈ અગયાળી. ૯૦૧૬૩૧૮૦૪૮