6.50 લાખનું લાઇટબીલ બાકી હોવાથી પીજીવીસીએલ દ્વારા કાર્યવાહી, નોટિસો પાઠવી હોવા છતાં ટાણા પંચાયત દ્વારા સમયસર બિલ ન ભરાતા થઈ કાર્યવાહી, ટાણામાં અંધારપટ, લોકોમાં રોષની લાગણી


હરિશ પવાર
સિહોર તાલુકાના ટાણા ગ્રામ પંચાયત દ્વારા ભલે વિકાસની વાતો ભલે કરતી હોય પરંતુ ગ્રામ પંચાયતના કથળતા વહીવટથી નગરજનો રોષે ભરાઈ રહ્યાં છે. 6.50 લાખ જેટલું બિલ બાકી પડતાં વારંવાર બિલની ઉઘરાણી કરતી જીઈબીએ થાકી જતાં છેવટે આજે સાંજે કનેકશન કાપી નાંખતા નગરજનોએ સ્ટ્રીટ લાઈટના અભાવે માર્ગ પર અંધારપટ સામનો કરવો પડ્યો હતો સિહોર તાલુકા ખાતે આવેલ ટાણા ગ્રામ પંચાયત દિન પ્રતિદિન ભલે વિકાસની પોકળ વાતો કરી રહી હોય પરંતુ હકીકત જુદી છે. વિકસીત થઈ રહેલા ટાણા નગરમાં ગ્રામ પંચાયત પ્રજાજનને સુવિધા આપવામાં પાંગળી પુરવાર થઈ રહી છે. ટાણા ગ્રામ પંચાયત દ્વારા જીઈબી પાસે વીજળીની સુવિધા ઊભી કરી અને નગરમાં સ્ટ્રીટ લાઈટોની સુવિધા આપવામાં આવી હતી.

પરંતુ ગ્રામ પંચાયત દ્વારા બિલો ભરતાં અંદાજિત 6.50 લાખ જેટલી બાકી રકમ જીઈબી ચોપડે બાકી બોલતા હતી.જેને લઈ સિહોર રૂલર જીઈબી દ્વારા ગ્રામ પંચાયતને વારંવાર બાકી રકમ ભરી જવાનું જણાવવા છતાં ટાણા ગ્રામ પંચાયત બાકી રકમ ભરી જવાનું જણાવવા છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ નાણાં ભરતાં વારંવાર નાણાની ઉઘરાણીથી થાકેલી રૂલર જીઈબી દ્વારા આજે રોજ ટાણા ગ્રામ પંચાયતના સ્ટ્રીટ લાઈટના કનેકશનો કાપી નાંખ્યા હતા. બજારની સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા રાત્રે અંધારપટ છવાઈ ગયો હતો. જેને લઇ નગરજનોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. ત્યારે હાલ ગ્રામ પંચાયત તાકીદે બાકી નાણાં ભરી રાત્રીનો અંધારપટ દૂર કરે જરૂરી છે.