સિહોરના તરશીંગડા ખાતે આવેલ પ્રાથમિક શાળાના પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરાયું

હરિશ પવાર
ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે શિક્ષણ નું સ્તર ઉંચુ લાવવા માટે સરકાર સતત પ્રયાસો સાથે નવીન યોજનાઓ લાવી રહી છે. ત્યારે ગામના ભામાશા જેવા દાતાઓ પણ પોતાના ગામના બાળકોને સારું શિક્ષણ મળી રહે તેમના ઉજવવળ ભવિષ્ય માટે થઈને ગામની શાળાઓમાં દાનો કરીને શિક્ષણ માટે સવલતો ઉભી કરવામાં સરકાર ને પણ મદદ કરે છે.

આજનું દેશનું બાળક એ આવતીકાલના દેશનું ભવિષ્ય છે અને દેશના ભવિષ્ય ને મજબૂત કરવા શિક્ષણ મજબૂત કરવું જરૂરી છે. શહેરમાં મળતા શિક્ષણ જ્યારે ગામડાઓમાં મળવા લાગે એટલે શિક્ષણ નું સ્તર સુધરશે એ નક્કી છે અને ગામડાંઓ તૂટતા પણ અટકશે સિહોરના તરશીંગડા ખાતે આવેલ શ્રી જગદીશ્વરનંદજી પ્રાથમિક શાળામાં પ્રવેશ દ્વારનું આજે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.

સ્વ.બાલાભાઈ ડાયાભાઇ ડાંગર તથા સ્વ.આલાભાઈ ડાયાભાઇ ડાંગરના સ્મરણર્થે પ્રાથમિક શાળાના પ્રવેશદ્વારનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. સિહોર નગરપાલિકા ના પ્રમુખ વી.ડી.નકુમ,શાળાના આચાર્ય સ્ટાફગણ તથા ગ્રામજનો લોકાર્પણ કાર્યક્રમમાં જોડાયા હતા.