મકરસંક્રાંતિ પર્વને માણજો સભાનતા પણ દાખવજો અને નિયમ પાલન સાથે ઉત્તરાયણ મનાવજો : પતંગબાજો સાવચેતીથી પતંગ ઉડાડે : મિલન કુવાડિયા

મકરસંક્રાંતિ પર્વની સિહોર શહેર થતા જિલ્લાના તમામ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્‍છા સાથે કોરોનાકાળ વચ્ચે સરકારની ગાઇડલાઇનનો અમલ કરીને ઉતરાયણ પર્વ ઉજવવા અમારી ખાસ અપીલ છે સાથે પતંગબાજો પતંગના દોરથી પક્ષીઓ ઘાયલ ન થાય, વાહન ચાલકો અકસ્‍માતનો ભોગ ન બને અને પોતે પણ અગાશી પરથી પડવાના અને વીજળીના તારથી બચવા પુરતી કાળજી રાખે તેવી સાથે મકરસંક્રાંતિ પર્વની શહેરના નગરજનોને શુભેચ્‍છા તેમજ પતંગબાજો પતંગના દોરથી પક્ષીઓ ઘાયલ ન થાય, વાહન ચાલકો અકસ્‍માતનો ભોગ ન બને અને પોતે

પણ અગાશી પરથી પડવાના અને વીજળીના તારથી બચવા પુરતી કાળજી રાખે વિશેષમાં નિર્દોષ પક્ષીઓની ખુબ જ કાળજી રાખવી સવારે ૬ વાગ્‍યા થી સવારના ૧૦:૦૦ વાગ્‍યા દરમ્‍યાન પક્ષીઓ તેના માળામાંથી બહાર આવી ચણ શોધવા માટે આકાશમાં ઉડી નીકળતા હોય છે. જયારે સાંજના ૬ થી ૭ વાગ્‍યા દરમ્‍યાન પક્ષીઓ પોતાના માળામાં પરત ફરતા હોય છે આ સમય દરમ્‍યાન હવામાં પક્ષીઓની પણ ખુબ ઉડાઉડ થતી હોય છે આવા સમયે પતંગબાજો પતંગ ચગાવવાનું ટાળે અને પક્ષીઓ ઘાયલ થતા બચે તે પક્ષીના હિતમાં અત્‍યંત આવશ્‍યક છે.

વિશેષમાં નગરજનો પણ મકરસંક્રાંતિપર્વની ઉજવણી સાથે કોઈ અકસ્‍માતો ન બને અને એમાંય ખાસ કરીને બાળકોનું પણ ખાસ ધ્‍યાન રાખે રસ્‍તાઓ પર પણ પતંગ લુંટવા માટે બાળકો દોડાદોડી કરતા હોય છે ત્‍યારે વાહન ચાલકો પણ પોતાનું વાહન ધીમે ચલાવે અને વાહન ચાલકને પણ રસ્‍તા પર દોરો આડો ન આવે તેવું ખાસ ધ્‍યાન રાખે તેમજ પતંગબાજો ખાસ કરીને અગાશી પરથી પડવાના, વીજળીના તારથી બચવા પુરતી કાળજી રાખે પતંગના દોરાઓ પંખીઓની પાંખ વીંજે છે.

નિર્દોષ પશુપક્ષી ઘાયલ થાય છે અગાસીમાંથી પડી જવાના અઢળક કિસ્સાઓ પણ બને છે ત્યારે મકરસંક્રાંતિના પર્વ દરમિયાન સાવચેતી અને તકેદારી રાખવી અતિ આવશ્યક છે. ઉતરાયણ એ મહાદાનનું પર્વ અને જીવહિંસા ન થાય તે ધ્યાને રાખી આપણે સૌ ભારતીય સંસ્કૃતિ અનુસાર આ સામાજિક ઉત્સવને સહપરિવાર માણીએ અને નાના ભુલકાઓનું આપણે સૌ ધ્યાન રાખીએ અને સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇનનો અમલ પણ કરીએ
– મિલન કુવાડિયા