સાંજ સુધી તાલુકા આરોગ્યની ૪૯ ટીમો કામે લાગી, સિહોર અને તાલુકાના ૩૧૧૨ બાળકોને રસી અપાઇ : ૧૦,૫૦૦નો લક્ષ્યાંક, આરોગ્ય દ્વારા ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોના સામેની વેક્સીન આપવાનો પ્રારંભઃ આજથી ૭ દિવસ શાળાઓમાં રસીકરણ અભિયાન

પલ્લવી મહેતા
સિહોર : સમગ્ર દેશમાં આજે ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોના સામેની વેક્સીનનાં મહાઅભિયાનનો પ્રારંભ આપવાનો કરવામાં આવ્યો છે. જે અન્વેય સિહોર તાલુકા આરોગ્યની ૪૯ ટિમો દ્વારા શહેર અને તાલુકાની વિવિધ સ્કૂલોમાં ૩૧૧૨ બાળકોને કોવેસીન આપવામાં આવી હતી.

આ અંગે તાલુકા આરોગ્ય અધિકારી જયેશ વકાણીએ જણાવ્યું હતું કે આ વેક્સીનેસનમાં કુલ આશરે ૧૦૪૨૪ જેટલા બાળકોને એક સપ્તાહમાં રસી આપવાનું આયોજન કરવામાં આવ્યુ છે.સાત દીવસ એટલે કે આજથી રવિવાર સુધી શાળાઓના બાળકો તેમજ શાળાએ ન જતા બાળકોને રસી આપવામાં આવશે આ વેક્સીનેસનમાં કુલ આશરે ૧૦૪૨૪ જેટલા બાળકોને રસી આપવામાં આવશે.

વેક્સીન લેવા આવનાર બાળકોનું સ્થળ ઉંપર જ (ઓન ધ સ્પોટ) રજીસ્ટ્રેશન કરવામાં આવશે. બાળકોએ રસી લેવા માટે આધાર કાર્ડ / સ્કુલનું આઈ-કાર્ડ રજુ કરવાનું રહેશે, ઉંપરાંત બાળકે પોતાનો અથવા માતા-પિતાનો મોબાઈલ ફેન નંબર આપવાનો રહેશે. વિશેષમાં આ વેક્સીનેશનમાં વિવિધ શાળાઓમાં આરોગ્યની ૪૯ ટિમો દ્વારા વેક્સીન આપવામાં આવી રહી છે.

આજથી શરૂ થયેલ વેક્સીનેશનમાં વિવિધ સ્કુલના ૩૧૧૨ બાળકોને રસી આપવામાં આવી છે બાળકો માટેના આ રસીકરણ અભિયાન આવતા ૭ દિવસ સુધી ચાલનાર છે ઉલ્લેખનીય છે શાળાએ ન જતા બાળકોને પણ આરોગ્ય ટિમો દ્વારા વેકસીન આપવામાં આવી છે