સિહોરના યુવા આગેવાન ઝેરોક્ષના બિઝનેસ સાથે જોડાયેલા હાર્દિક દોમડીયાએ ભાવોના મામલે ચિંતા વ્યક્ત કરી : હવે બે રૂપિયામાં ઝેરોક્ષ પોસાય તેમ નથી

બ્રિજેશ ગોસ્વામી
મોંઘવારીએ સામાન્ય માણસની હાલત ખરાબ કરીને રાખી દીધી છે સરકાર અને સત્તામાં બેઠેલા લોકો ભલે વિકાસની બુમરાણ મચાવે પરંતુ વાસ્તવમાં સામાન્ય માણસની સ્થિતિ અતિ કપરી બની રહી છે સામાન્ય માણસને પરિવારનું ગુજરાન ચલાવવું અતિ કપરું બન્યું છે પેટ્રોલ ડીઝલના ભાવો આસમાને હોવાના કારણે જીવન જરૂરિયાત ચીઝ વસ્તુઓમાં મોંઘવારી માઝા મૂકી છે.

ત્યારે હવે સામાન્ય એક રૂપિયામાં મળતી ઝેરોક્ષ કોપી હાલ બે રૂપિયામાં થઈ રહી છે ઝેરોક્ષ મટીરીયલમાં ભાવો આસમાને પોહચતા હવે બે રૂપિયામાં ઝેરોક્ષ પોસાય તેમ નથી સિહોરના યુવા આગેવાન ઝેરોક્ષના બિઝનેસ સાથે જોડાયેલા હાર્દિક દોમડીયાએ ભાવોના મામલે ચિંતા વ્યક્ત કરી જણાવ્યું

સ્ટેશનરી ઝેરોક્ષ સહિતના રો મટીરયલમાં ભાવ વધતાં વિધાર્થી વર્ગ ને ઝેરોક્ષ તેમજ સ્ટેશનરી માં મોંઘીવરીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ નું નિર્માણ થાય તો નવાઈ નહિ ઝેરોક્ષ માટે વપરતાં કાગળ, ટોનર, લેમીનેશન, ઈન્કસહિતના રો મટિરિયલના ભાવમાં ધરખમ વધારો થયો છે ઝેરોક્ષ રો મટીરીયલની આયાત મહારાષ્ટ્ર થી થતી હોય ત્યારે પેટ્રોલ ડિઝલ ના ભાવ વધારાના કારણે ટ્રાન્સપોર્ટ પણ મોંઘું બન્યું છે.

સામાન્ય બે રૂપિયાની મળતી પેન હવે ત્રણ રૂપિયામાં વેચાવા લાગી છે સ્ટેશનરી સાથે ઝેરોક્ષ કોપી સહિત દરેક વસ્તુમાં ભાવ વધારો થઈ રહ્યો છે ત્યારે એક બે રૂપિયામાં મળતી ઝેરોક્ષની કોપીઓ પણ આવતા દિવસોમાં મોંઘી બનશે તેવું ઝેરોક્ષ બિઝનેસ સાથે જોડાયેલા હાર્દિક દોમડીયાએ જણાવ્યું હતું અને વધુમાં કહ્યું હતું ઝેરોક્ષ વેપાર સાથે સંકળાયેલા વેપારીઓને આ બિઝનેસ સાથે જોડાઈ રહેવું મુશ્કેલભર્યું બન્યું છે