ભાવનગરની BPTI કોલેજની બોયઝ હોસ્ટેલમાં પાંચ દિવસથી પાણી ન મળતા વિદ્યાર્થીઓ પરેશાન. એબીવીપીના કાર્યકર્તાઓ રજૂઆત માટે પહોંચ્યા, તાત્કાલિક વિદ્યાર્થીને પાણી પ્રશ્ન હલ કરવા નહીં આવે તો એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
ભાવનગર શહેરની બીપીટીઆઈ કોલેજની બોયઝ હોસ્ટેલ ખાતે છેલ્લા પાંચ દિવસથી પાણી આવતું ન હોવાથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. જેને લઈ આજરોજ એબીવીપી દ્રારા હોસ્ટેલ ખાતે રજૂઆત કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓના હિત અને સમાજ હિતમાં કામ કરતું વિદ્યાર્થી સંગઠન છે જે વર્ષોથી વિદ્યાર્થીઓના હિત માટે કામ કરતું આવ્યું છે.
BPTI કોલેજની બોયઝ હોસ્ટેલમાં છેલ્લા પાંચ દિવસથી વપરાશનું પાણી પહોચતું નથી અને છેલ્લા એક દિવસથી પીવાના પાણીની વ્યવસ્થા ખોરવાઊ ગઈ છે. જેના કારણે વિદ્યાર્થીઓને ન્હાયા વગર રહેવું પડ્યું છે તથા પીવાના પાણી માટે બહારથી વેચાતું લઈને વાપરવું પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે. તેથી તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે પાણી ઉપલબ્ધ કરવામાં આવે. જો વિદ્યાર્થી હિત માં પગલા લેવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સમગ્ર જવાબદારી કોલેજ તંત્રની રહેશે. તેમ નગર મંત્રી યશભાઈ દસાડીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.