કોવિડ-19ની બીજી લહેર બાદ ભારતીયોમાં અને ખાસ કરીને યુવા વર્ગના ગ્રાહકોના વપરાશ અને ખર્ચની પેટર્નમાં જબરદસ્ત બદલાવ આવ્યો છે. આજે રિટેઇલ ગ્રાહકો તેમની નાની જરૂરિયાતોને પૂર્ણ કરવા ઝડપી અને સરળ ક્રેડિટની અપેક્ષા રાખે છે ત્યારે વિવિધ ફિનટેક પ્લેટફોર્મ્સ તેમની માગને ઝડપથી પૂર્ણ કરવા ઇનોવેટિવ ઓફરિંગ્સ રજૂ કરી રહ્યાં છે. નાની ટિકિટ સાઇઝમાં પર્સનલ લોન, મર્ચન્ટ લોન અને બાય નાઉ પે લેટર (બીએનપીએલ) જેવી ઓફરિંગ્સ ગ્રાહકો વચ્ચે ઝડપથી લોકપ્રિય બની રહી છે.

Survey! After Corona, the demand for small amount of personal loan increased among the youth

અગ્રણી પી2પી (પિઅર 2 પિઅર) પ્લેટફોર્મ લેનદેનક્બલના આંકડા મૂજબ એપ્રિલ 2021થી એપ્રિલ 2022 દરમિયાન સ્મોલ-ટિકિટ સાઇઝ લોનમાં લગભગ 60 ટકાનો ઉછાળો આવ્યો છે. કોવિડની પ્રથમ લહેરમાં ગ્રાહકોની ખરીદીની પેટર્નને અસર થઇ હતી, પરંતુ બીજી લહેર બાદ દેશમાં અનલોકિંગ સાથે ગ્રાહકોની ખરીદી અને વપરાશમાં નોંધપાત્ર સુધારો થયો છે, જેની સકારાત્મક અસર ક્રેડિટ ઇનટેક ઉપર પણ વર્તાઇ છે.

Survey! After Corona, the demand for small amount of personal loan increased among the youth

કંપનીના સહ-સ્થાપક અને સીઇઓ ભાવિન પટેલે કહ્યું હતું કે, સ્મોલ ટિકિટ સાઇઝ એટલે કે ગ્રાહકો રૂ. 25,000 જેટલી નાની રકમ માટે ઝડપી ક્રેડિટની લોકપ્રિયતા વધુ છે. અમારું પ્લેટફોર્મ કોઇપણ પ્રકારના માનવીય હસ્તક્ષેપ વગર અરજદારને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગની મદદથી સુરક્ષિત રીતે ગ્રાહકની લોન પાત્રતાનું મૂલ્યાંકન કરીને થોડી જ મીનીટોમાં લોન વિતરણ કરે છે. પર્સનલ લોનમાં પણ એનપીએનું ભારણ અગાઉના વર્ષો કરતા નીચું રહ્યું છે.

Survey! After Corona, the demand for small amount of personal loan increased among the youth

રિટેઇલ લોનના ગ્રાહકોના યુવાનોની સંખ્યા સૌથી વધુ છે કારણકે આજના યુવાનો તેમની નાની-નાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સ્મોલ ટિકિટ સાઇઝની લોનને વધુ પ્રધાન્ય આપે છે. વળી, લોન રિપેમેન્ટની મુદ્દત પણ ટૂંકી હોવાથી તેઓ ઝડપથી ડેટ-ફ્રી પણ થઇ જાય છે. મોટાભાગે યુવાનો મોબાઇલની ખરીદી, ટ્રાવેલ અને લાઇફસ્ટાઇલ જેવાં ખર્ચ માટે નાની રકમની ટૂંકી મુદ્દતની લોન માટે અરજી કરતાં હોય છે.