સરકારે શુક્રવારના રોજ કહ્યું કે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા,ઈંડોનેશિયા અને ફિલીપાઈન્સ સહિત કુલ છ દેશોએ ભારતના તેજસ વિમાનમાં રસ બતાવ્યો છે. તો વળી મલેશિયાએ પોતાના અધિગ્રહણના કાર્યક્રમ અંતર્ગત પહેલાથી આ વિમાન ખરીદવાનો પ્લાન બનાવ્યો છે. ભારતે મલેશિયાના 18 હળવા લડાકૂ વિમાન તેજસ વેચવાની વાત કહી છે.

These 6 countries including Australia, America showed interest in India's "Tejas" aircraft!

રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટે એક પ્રશ્નના જવાબમાં લોકસભામાં જાણકારી આપી હતી. તેમના જવાબ અનુસાર તેજસ વિમાનમાં રસ દાખવનારા અન્ય બે દેશ આર્જેટિંના અને ઈજિપ્ત છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા નિર્મિત તેજસ એકલ એન્જીનવાળુ લડાકુ વિમાન છે જેની ક્ષમતા અત્યધિક ખતરાવાળા માહોલમાં ચાલે છે.  રક્ષામંત્રાલયે ભારતીય વાયૂ સેના માટે 83 તેજસ હળવા લડાકૂ વિમાન ખરીદવા માટે ગત વર્ષે ફેબ્રુઆરીમાં એચએએલ સાથે 48,000 કરોડ રૂપિયાના કરાર કર્યા હતા. મલેશિયા પોતાના જૂના રુશિ મિગ 29 લડાકૂ વિમાન બદલવા માટે તેજસ વિમાન ખરીદી રહ્યું છે. ભટ્ટે કહ્યું કે, એલસીએ વિમાનમાં રસ દાખવનારા અન્ય દેશોમાં અર્જેટિના, ઓસ્ટ્રેલિયા, મિસ્ત્ર, અમેરિકા, ઈંડોનેશિયા અને ફિલીપાઈન્સ છે.

These 6 countries including Australia, America showed interest in India's "Tejas" aircraft!

તેમણે કહ્યું કે, દેશ એક સ્ટીલ્થ ફાઈટર જેટના નિર્માણ પર કામ કરી રહ્યું છે, પણ રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓનો હવાલો આપતા સમયમર્યાદા આપવાથી ના પાડી હતી. બ્રિટેને એપ્રિલમાં કહ્યું હતુ કે, તે ભારત પાસેથી પોતાના લડાકૂ વિમાન બનાવાનો ટાર્ગેટનું સમર્થન કરશે. ભારત પાસે હાલમાં રશિયા, બ્રિટિશ અને ફ્રાંસીસ લડાકૂ વિમાનનું મિશ્રણ છે. ભારત 2025 સુધી સોવિયત કાળમાં પોતાના તમામ રશિયાઈ લડાકૂ વિમાન જેટ મિગ 21 ને હટાવા પર વિચાર કરી રહ્યું છે.