સિહોર સાથે જિલ્લામાં બે વર્ષ બાદ મેળા ધમધમશે પણ કાચા માલમાં ભાવ વધારો, રમકડાં બી.આઈ.એસ. પ્રમાણિત હોવા ફરજીયાત અને ચાઈનીઝ સસ્તા રમકડાં આવક બંધ સહિતના કારણો જવાબદાર. સિહોર સાથે જિલ્લામાં બે વર્ષ બાદ લોકમેળાઓ ખુલશે અને સાતમ-આઠમના મેળામાં  મુખ્યત્વે રમકડાં ખરીદવાની દાયકાઓ જુની પરંપરા રહી છે. પરંતુ, આ વર્ષે મોંઘવારીનો માર ભુલકાંઓને પણ લાગશે. રમકડાંના ભાવમાં બે વર્ષમાં આશરે ૩૦ ટકા વધારો થયાનું અને આ સાથે રમકડાંનું વૈવિધ્ય પણ ઓછુ થયાનું , નવો માલ ઓછો આવી રહ્યાનું જાણવા મળ્યું છે. રમકડાંના કાચા માલમાં અન્ય માલસામાનની સાથે કરભારણ તથા ભાવવધારાના પગલે રમકડાંના ભાવ વધ્યા છે.વિવિધ મેટલ અને ઈલેક્ટ્રોનિક પાર્ટ્સના ભાવ વધ્યા છે.  આ ઉપરાંત ચાઈનીઝ માલ પર પ્રતિબંધોને પગલે જે સસ્તા અને નવા રમકડાં આવતા તે બંધ છે. સ્થાનિક ધોરણે જોઈએ એટલી રેન્જના રમકડાં વાજબી ભાવે મળતા નથી