ભાવનગર યુનિવર્સિટી દ્વારા લેવાતી પ્રેક્ટિકલ પરીક્ષા વહેલી તકે લ્યો ; મહેબૂબ બ્લોચ

બ્રિજેશ ગોસ્વામી
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી દ્વારા એલ એલ બીની પરીક્ષા લેવામાં આવતી હોય છે જેમાં વિષય તરીકે મૂક અદાલતની પ્રેક્ટીકલની પરીક્ષા હોય છે જે પરીક્ષા પૂરી થયાને દસ દિવસથી વધુનો સમય વિતાવશે છતાં હજી સુધી લેવામાં આવી નથી કે લેવા માટે સમય પત્રક પણ જાહેર કરવામાં આવ્યું નથી તેમ સભ્ય મહેબૂબ બલોચે જણાવ્યું છે.

આ પરીક્ષા જેટલી મોડી લેવામાં આવશે કેટલો પરિણામ વિલંબ થશે અને પરિણામ વિક્રમ થશે તો ભાવનગર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સિનિયોરીટી માં ગુજરાતના અન્ય વિદ્યાર્થીઓ કરતાં પાછળ રહે તેમજ એઆઈબી ની પરીક્ષા માટે ફોર્મ ભરવા માટે આ વર્ષે ગેરલાયક ઠરશે. જેથી આ પ્રેક્ટીકલ પરીક્ષા વહેલામાં વહેલી તકે લેવા માટે અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા માટે અનુરોધ કરાયો છે.