વડોદરા ખાતે ગુજરાત મોડલ હન્ટ યુનિક કોન્ટેસ્ટ વર્ષ ૨૦૨૧ કોમ્પિટેશન માં સિહોરની દીકરીઓએ રંગ રાખ્યો

હરિશ પવાર
સિહોરના વતની એવા કેતનભાઈ નટવરલાલ ત્રિવેદીની બંને દિકરીઓ એ વડોદરા ગુજરાત મોડલ હન્ટ પ્રસિદ્ધ કોડિયોગ્રાફર હર્ષ મોતીયાની દ્વારા વડોદરા ખાતે આયોજિત ટ્રાન્સક્યૂબ પ્લાઝા મોલખાતે ભવ્ય યુનીક કોન્ટેસ્ટ વર્ષ ૨૦૨૧ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યનિર્ણાયક તરીકે મિસ બીન્સ,(મિસ મુંબઈ સનસાઈન દિલ્હી). શૃતિકા કુલશ્રેષ્ઠ(મિસિસ ઇન્ડિયા ફાઈનાલીસ્ટ),ભૂપેન્દ્ર પ્રજાપતિ, (અભિનેતા, દિગ્દર્શક,નિર્માતા).

ડૉ. સાગર અભિચંદાની(સ્મિત નિષ્ણાંત).મુંબઈ સહિત ના ઓ સહિત ની મહાન હસ્તી ઓ મહાનુભાવો ની ઉપસ્થિતિ માં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્ય ના અલગ અલગ જિલ્લાઓમાંથી આ કોમ્પિટિશન માં મોટી સંખ્યામાં મોડલો એ ભાગ લીધો હતો. વોક કરીને,(રેમ્પ વોક)માં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે મેદાન માર્યું હતું. તેમજ અલગ અલગ લોજીકલી કવેચનો(પ્રશ્નો) માં જબરજસ્ત અદ્ભુત આંશ્વર(જવાબો)આપી અંચબો પામ્યા હતા.

બન્ને દીકરી ના માતા પિતા શિક્ષિત તેમજ” દીકરી એક વ્હાલ નો દરિયો” હોય તેમ વ્હાલસોયી દીકરી શિક્ષણ સ્પોર્ટ્સ,સંગીત,સહિત તેજસ્વીતા ધરાવે છે દિકરીઓ ની માતા પૂનમબેન કે.ત્રિવેદી પોતે સરકારી આરોગ્ય કચેરી મા નોકરી કરે છે.આ સાથે મોટી દીકરી સુહાની ઉ.વ.૧૪ જે સેન્ટ મેરી માં અભ્યાસ કરે છે ત્યારે આ મોડલ તરીકે વડોદરા માં ભાગ લીધેલ ત્યારે તેની તેજસ્વીતા, સ્ટાઈલ,ડ્રેસિંગ,વગેરે માં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે કુ.સુહાની કે.ત્રિવેદી”પ્રિન્સેસ ગુજરાત 2021″નું બિરૂદ મેળવ્યું હતું.

આ સાથે તેમની તેમની નાની બહેન જીલ ત્રિવેદી વર્ષ ૫ જેઓ રઘુકુલ શાળા માં અભ્યાસ કરતી ખેલતી રમતી આ નાની ઢીંગલી” જીલ”એક્શન સ્ટાઈલ જેમાં બેસ્ટ પ્રફોમશન સાથે “બેસ્ટ સ્ટાઈલ” સાથે અગ્રેસર સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી .આ બન્ને નાની બહેનો એ ગુજરાત રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન સાથે મોડલ તરીકે આગવું સ્થાન પ્રાપ્ત થતા તમાં નિર્ણાયકો,નિર્માતા, દિગ્દર્શક તેમજ કોરર્યોગ્રાફર સહિત ના ઓ બન્ને દીકરીઓ ઉપર આફરીન થયા હતા. બંને દિકરીઓ એ સિહોરનું નામ રોશન કર્યું હતું.