હવે ઝેરોક્ષના રૂ, ત્રણ અને આગળ પાછળના રૂ, પાંચ રૂપિયા ચૂકવવા પડશે : તા 10 થી ભાવો અમલમાં : ઝેરોક્ષ એસોસિએશને કહ્યું ભાવ વધારો અમારી મજબુરી છે કોઈ કાળે અમને પોસાય તેંમ નથી. મોંઘવારીએ સામાન્ય માણસની હાલત ખરાબ કરીને રાખી દીધી છે માણસને પરિવારનું ગુજરાન ચલાવવું અતિ કપરું બન્યું છે પેટ્રોલ ડીઝલના ભાવો આસમાને હોવાના કારણે જીવન જરૂરિયાત ચીઝ વસ્તુઓમાં મોંઘવારી માઝા મૂકી છે હવે સામાન્ય એક કે બે રૂપિયામાં મળતી ઝેરોક્ષ કોપીમાં વધારો થવા જઈ રહ્યો છે.

Xerox will become expensive in Sihore from 10th! The price increase was decided in the association meeting

ઝેરોક્ષ મટીરીયલમાં ભાવો આસમાને પોહચતા હવે બે રૂપિયામાં ઝેરોક્ષ પોસાય તેમ નથી જેથી સિહોરના ઝેરોક્ષ એસોસિએશનની મળેલી બેઠકમાં ભાવ વધારોનો નિર્ણય કરાયો છે સ્ટેશનરી ઝેરોક્ષ સહિતના રો મટીરયલમાં ભાવ વધતાં વિધાર્થી વર્ગ ને ઝેરોક્ષ તેમજ સ્ટેશનરી માં મોંઘીવરીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે ઝેરોક્ષ માટે વપરતાં કાગળ, ટોનર, લેમીનેશન, ઈન્કસહિતના રો મટિરિયલના ભાવમાં ધરખમ વધારો થયો છે જેથી સિહોરના લોકોને હવે ઝેરોક્ષના રૂ, ત્રણ અને આગળ પાછળના રૂ, પાંચ રૂપિયા ચૂકવવા પડશે આગામી તા 10 થી ભાવો અમલમાં થશે તેવું ઝેરોક્ષ એસોસિએશનની બેઠકમાં નિર્ણય લેવાયો છે ઝેરોક્ષ વ્યાપાર સાથે જોડાયેલા મોટાભાગના લોકોનો એક સુર હતો કે ઝેરોક્ષ વેપાર સાથે સંકળાયેલા વેપારીઓને આ બિઝનેસ સાથે જોડાઈ રહેવું મુશ્કેલભર્યું બન્યું છે